પાક.ની ધરતી પર જ આતંકવાદના બીજ રોપાયા : ઇમરાનનું કબૂલાતનામુ

377

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે તેમના દેશે આતંકવાદની વિરૂદ્ધ લડાઇમાં અમેરિકાને સાથ આપવાની ભારે કિંમત ચૂકવવી પડી છે. પાકિસ્તાનના પીએમે કહ્યું છે કે અમેરિકાએ અંતમાં અફઘાનિસ્તાનમાં પોતાની નિષ્ફળતાનો દોષનો ટોપલો પાકિસ્તાનના માથા પર ઢોળી દીધો તે યોગ્ય નથી.

એક ઇન્ટરવ્યુમાં ઇમરાન ખાને આતંકવાદ વિરૂદ્ધ અમેરિકાની લડાઇમાં પાકિસ્તાનને થયેલા જાન-માલના નુકસાનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અફઘાનિસ્તાનમાં અમેરિકા પોતાની નિષ્ફળતા માટે ઇસ્લામાબાદને દોષ આપે છે. પીએમ ઇમરાન ખાને કહ્યું કે જ્યારે પાકિસ્તાને ૯/૧૧ હુમલા બાદ અમેરિકાને સાથ આપ્યો તો તેને ખૂબ નુકસાન ઉઠાવવું પડ્યું. તેમણે કહ્યું કે જો અમે ૯/૧૧ બાદ અમેરિકાના યુદ્ધમાં ભાગ ના લીધો હોત તો આજે અમે દુનિયાનો સૌથી ખતરનાક દેશ ના બન્યા હોત.અફઘાનિસ્તાનમાં અમેરિકન હુમલા પર ઇમરાને કહ્યું કે ૮૦ના દાયકામાં જ્યારે સોવિયતે અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો તો તેની વિરૂદ્ધ અફઘાન મુજાહિદ્દીનને પાકિસ્તાને ટ્રેનિંગ આપી જેનું ફંડિંગ અમેરિકાની તપાસ એજન્સી સીઆઈએ કરી રહી હતી. એક દાયકા બાદ જ્યારે અમેરિકન અફઘાનિસ્તાનમાં આવ્યા તો પાકિસ્તાનના એ જ ગ્રૂપોને કહેવામાં આવ્યું કે હવે અમેરિકા ત્યાં આવી ગયું છે.

આથી હવે આ જેહાદ નથી પરંતુ આતંકવાદ છે. આ ખૂબ જ મોટો વિરોધાભાસ હતો.

ઇમરાને કહ્યું કે મને લાગે છે કે પાકિસ્તાને ઉદાસીન રૂખ અપનાવો જોઇતો હતો. અફઘાન યુદ્ધમાં સામેલ થવાના લીધે જ આ ગ્રૂપ અમારી વિરૂદ્ધ થઇ ગયું.

ઇમરાને કહ્યું કે તેમના દેશના ૭૦,૦૦૦ લોકોને જીવ ગુમાવા પડ્યા અને અર્થતંત્રને ૧૦૦ અબજ ડોલરનું નુકસાન થયું. અંતમાં અફઘાનિસ્તાનમાં સફળ ના થવા પર અમેરિકનોને નહીં પરંતુ અમને જ જવાબદાર ગણાવામાં આવ્યા. મને લાગે છે કે આ પાકિસ્તાનની સાથે અન્યાય છે.

આ સપ્તાહે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની મદદથી આયોજીત કરાયેલ અફઘાન તાલિબાન વાર્તાને રદ્દ કરી દીધી હતી. ટ્રમ્પે તાલિબાનની સાથે શાંતિ વાર્તા રદ્દ કરવા પાછળ કાબૂલમાં થયેલા તાલિબાની હુમલાના લીધે કહ્યું જેમાં એક અમેરિકન સૈનિક સહિત ૧૨ લોકોના મોત થયા.

અફઘાન વાર્તા રદ્દ થવાની પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી ગઇ છે. અમેરિકા તાલિબાનને સીઝફાયર માટે તૈયાર થવા માટે પાકિસ્તાન પર પહેલા કરાતં વધુ દબાણ વધારશે. બીજીબાજુ પાકિસ્તાન કાશ્મીર પર સમર્થન એકત્ર કરવા માટે પણ અમેરિકાની સામે તાલિબાન કાર્ડ રમી રહ્યું છે.

Previous articleત્રણ રાજ્યોમાં ચૂંટણી માટે કાર્યક્રમ ટૂંકમાં જાહેર થશે
Next articleચિદમ્બરમને મોટો ફટકો : હાલ તિહારની જેલમાં જ રહેવું પડશે