કતારગામનાં નવયુવાનો દ્વારા ‘તાપી બચાવો’ અભિયાન અંતર્ગત એક વિડીયોનું નિર્માણ કરવામાં આવેલ છે.આ વિડીયોમાં ‘તાપી નદીની ખરાબ હાલત માટે જવાબદાર કોણ ?’ તે દર્શાવવામાં આવ્યું છે.આ વિડીયોમાં સુરતીઓને તાપી નદીને પ્રદૂષિત થતી અટકાવવા માટે શું કરી શકાય તેનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે.આ વિડીયોની ખાસ વાત એ છે કે આ એક માત્ર એવો વિડીયો છે જે તાપી મૈયાની જાગૃતતા માટે બનાવવામાં આવ્યો છે.આ પ્રકારનો વિડીયો સુરતીઓ તેમજ તેનાં નાગરિકો માટે ગૌરવ સમાન છે, જે એક સામાજીક સંદેશો આપે છે. આ વિડીયો ‘જય પ્રજાપતિ’ નામની યુ-ટ્યુબ ચેનલ પર જોઈ શકાશે.