અમદાવાદ ખાતે યોજાનાર રાજય કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનારમાં મોક્ષ રાંભિયા અને યશ પટેલ ભાવનગરજિલ્લાનુંનું પ્રતિનિધિત્વ કરશે

437

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતું કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ ૨૦૦૨થી કાર્યરત છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા દર વર્ષે પ્રથમ જીલ્લા કક્ષાએ અને ત્યાર બાદ રાજ્ય કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેના ભાગ રૂપે નેશનલ સાયન્સ સેમીનાર-૨૦૧૯ નું આયોજન પ્રથમ જીલ્લા કક્ષાએ ત્યારબાદ રાજ્ય કક્ષાએ થનાર છે. ભાવનગર જીલ્લામાં આ જીલ્લા કક્ષાના સેમિનાર-૨૦૧૯ નું આયોજન તા.૦૪-૦૯-૨૦૧૯ બુધવારના રોજ સવારે ૮ :૦૦ કલાક થી ૫ કલાક દરમ્યાન સરકારી મેડીકલ કોલેજ, બસ સ્ટેન્ડની પાછળ, ભાવનગર ખાતે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા વિષય ‘આવર્ત કોષ્ટકના રસાયણિક તત્વો : માનવકલ્યાણ પર થતી અસરો’ વિષય પર યોજાયો હતો.

આ કાર્યક્રમના ઉદ્દઘાટન સમારોહમાં  નીલેશભાઈ રાવલ , ડૉ. એચ.બી. મહેતા, ડૉ. હિતેશ શાહ, ડૉ. ભાર્ગવ પુરોહિત  તથા  પરેશભાઈ ત્રિવેદી  ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનઓએ પોતાના વ્યકતમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી વિશે માહિતી આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

જીલ્લા કક્ષાના આ નેશનલ સાયન્સ સેમિનારમાં ભાવનગર જીલ્લાની કુલ ૭૧ ઉચ્ચતર પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો કુલ મળીને ૧૫૨ લોકો હાજર રહ્યા હતા. જીલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે મોક્ષ રાંભિયા, ધો.૧૦ (આર.યુ. રાંભિયા શાળા, સોનગઢ તા.શિહોર) દ્વિતીય ક્રમાંકે યશ પટેલ ધો.૯ (જ્ઞાનમંજરી અંગ્રેજી માધ્યમિક શાળા, ભાવનગર) તથા મંડલી આરતી ધો.૮ (મોડેલ શાળા, માનવડ, તા.પાલીતાણા, જી. ભાવનગર) તૃતીય ક્રમાંકે પસંદગી પામ્યા હતા.

જીલ્લા કક્ષાએ વિજેતા થયેલ પ્રથમ બે વિદ્યાર્થીઓ આગામી સમયમાં યોજાનાર રાજ્ય કક્ષાના સાયન્સ સેમિનારમાં ભાવનગર જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા વિદ્યાર્થીઓને કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના ચેરમેન શ્રી અને કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગરના પ્રમુખ  દ્વારા શુભેચ્છાઓ પાઠવામાં આવેલ.

Previous articleઆવતીકાલથી પ્રારંભ થતા ભાદ્રપદ માસનાં કૃષ્ણ પક્ષ (પિતૃપક્ષ)નાં દિવસોનું સંક્ષિપ્ત પંચાગ વિવરણ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે