તળાજા-પાલિતાણા પંથકની શૈક્ષણિક સંસ્થાઓમાં રોટરી કલબ જુહુ-મુંબઈ દ્વારા વિદ્યાર્થીનીઓને વિનામુલ્યે સેનેટરી નેપકીટપુરા પાડવામાં આવ્યા છે. શાળા કોલેજની દિકરીઓના હેલ્થ અવેરનેસની ચીંતા કરતી ઈન્ટરનેશનલ રોટરી કલબના ખુશી કાર્યક્રમ અંતર્ગત જુહુ રોટલી કલબ દ્વારા તળાજાના સખવદરની જય સોમનાથ માધ્યમિક શાળા તેમજ પાલિતાણા પંથકની ઉત્તરબુનિયાદી વિદ્યાલય, શેત્રુંજી ડેમ, કે.જી.બી.વી. સ્કુલ- શેત્રુજી ડેમ, લોક વિદ્યાલય દુધાળા, મોડેલ સ્કુલ તેમજ ગરાજિયા પ્રા. શાળાની વિદ્યાર્થીનીઓને સેનેટરી નેપકીનના પેકટ વિનામુલ્યે ધો. ૯ થી ૧રમાં અભ્યાસ કરતી દીકીઓને ફાળવવામાં આવ્યા હતાં.
રોટરીના સભ્ય ડો. મોનાબેન શાહ -મુંબઈના સૌજન્યથી યોજાયેલ આ કાર્યમાં, દેવલભાઈ ઝાલા, જેતલબેન ઝાલા (સ્કટલેન્ડ), નિધિદાબેન કવિ, ભાવનાબેન જાડેજા, હિરલબેન ઝાલા, હેમાબેન કડેલ, ડો. વિણાબેન કડેલ, લાજીભાઈ સોલંકી, શાંતિલાલ પંડયા, ઘનશ્યામભાઈ સભાડિયા વ. સંકલનમાં રહ્યા હતાં.