બાબરા પંથકમાં મેઘમહેર છેલ્લા ત્રીશ વર્ષની સરેરાશથી વધુ વરસાદ વરસ્યો

432

બાબરા તાલુકા માં ચાલુ ચોમાસા સીજન માં ધીમીધારે ખેતી ની જમીન માં  બિન નુકશાન દાયક અને છેલ્લા ત્રીશ વર્ષ ના સરેરાશ કરતા વધુ વરસાદ થી બાબરા પંથક ની તમામ નદી નાળા કુવા વોકળા સહિત માં પુષ્કળ જળ પ્રવાહ પુરા વેગ સાથે વહી રહ્યો છે

બાબરા તાલુકા માં સિંચાઈ માટે ઉપયોગી ગણાતા મહત્વ ના બાબરા રામપરા તળાવ  છેલ્લા આઠ દિવસ થી ઓવરફલો અને કરીયાણા ગામે આવેલ કાળુભાર ડેમ બે દિવસ થી ઓવરફલો થયો છે જયારે બાબરા ના નીલવડા રોડ ઉપર આવેલ રાજાશાહી વખત નું મેલડી માતા વાળું તળાવ માં ચાર ફૂટ જળરાશી જમા થયા બાદ ઓવરફલો થવા ની તૈયારી માં છે જયારે બાબરાતાલુકા ના  શિમ વિસ્તાર માં વહેતા પાણી ના વોકળા સહિત ખેત ઉપયોગી કુવા માં પુષ્કળ પ્રમાણ માં જળ રાશી સંગ્રહિત થવા પામી છે એકંદરે સર્વત્ર ખેત જમીનો માં બિનનુકશાન કારક વરસાદ થી ખેડૂતો માં હર્ષ જોવા મળે છે જયારે સરકારી આકડા ઉપર નજર કરીયે તો બાબરા તાલુકો છેલ્લા ત્રીશ વર્ષ ના વરસાદી સરેરાશ કરતા આગળ નીકળી ચુક્યો છે

જેમાં વર્ષ ૧૯૮૯ થી ૨૦૧૮ સુધી માં બાબરા તાલુકા માં સરેરાશ વરસાદ ૬૦૭ મીમી નોંધાય છે જયારે ચાલુ સીજન માં બાબરા તાલુકા માં ૭૩૧ મી.મી વરસાદ નોંધાઈ ચુક્યો છે સરકારી આકડા મુજબ તાલુકા માં ૧૨૭.૨૦ % વરસાદ તા.૧૨ ની સંધ્યા સુધી માં નોંધાઈ ચુક્યો છે

એકધારા વરસાદ થી હાલ તલ ના પાક માં વ્યાપક નુકશાન દર્શાઈ આવે છે જયારે કુદરતી આફત રૂપે માત્ર ખાખરીયા ગામે વીજળી પડવા થી ખેડૂત ના બળદ નું મોત થયા સિવાય કોઈ વરસાદી નોંધપાત્ર બનાવ તાલુકાભર માં બન્યો નથી

ચાલુ વર્ષ ના ચોમાસા થી ખેડૂતો સહિત ગ્રામ્ય શહેરી જીવન પુલકિત બન્યું છે અને શિમ વગડા માં સર્વત્ર હરિયાળી છવાઈ જતા મોહક નજારો જોવા મળે છે

Previous articleરોટરી કલબ મુંબઈ દ્વારા વિદ્યાર્થીઓને વિનામુલ્યે સેનેટરી નેપકીટ અપાઈ
Next articleરોટરેકટ કલબ અને બીએમસી દ્વારા સ્વચ્છતા જાગૃતિનું આયોજન કરાયું