રોટરેકટ કલબ અને બીએમસી દ્વારા સ્વચ્છતા જાગૃતિનું આયોજન કરાયું

494

રોટરેકટ મલબ ઓફ ભાવનગર યુથ અને ભાવનગર મ્યુનસ્પલ કોર્પોરેશન સાથે મળીને સ્વચ્છતા જાગૃતિ માટે આયોજન કરાયું હતું. બીએમસીના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ દ્વારા સ્વદચ્છતા જાગૃત કરવા માટે ખુબ જ સરસ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું અને સાથે કોઈપણ સ્થળેક ચરોના કરવા અને સ્વચ્છતા જાળવાના શપથ લેવડાવામાં આવ્યા હતાં. આ આયોજનમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ જોડાયા હતાં. અને શપથ લીધા હતાં. સાથે સ્વચ્છતાના વિષય પર કરેલા ખુબ જ સારા ચિત્ર વોલ પેઈન્ટીંગના બીએમસી સહયોગથી કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ પ્રતિક પટેલ અને પાર્થ દવેની  હાજરી હેઠળ પુર્ણ કરવામાં આવ્યો છે.

Previous articleબાબરા પંથકમાં મેઘમહેર છેલ્લા ત્રીશ વર્ષની સરેરાશથી વધુ વરસાદ વરસ્યો
Next articleસિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ સ્કુલમાં ગણપતિની ઈકો ફ્રેન્ડલી મુર્તિનું શાળા કેમ્પસમાં રાખેલ કુડા વિસર્જન કરાયું