છેતરપીંડી, વિશ્વાસઘાતનાં ગુનામાં ૧૪ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

791
bvn732018-16.jpg

ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ત્રાપજ ચોકડીએ આવતાં હેડ કોન્સ. હર્ષદભાઇ ગોહિલને બાતમીરાહે હકિકત મળી  કે,અમદાવાદ શહેર,બાપુનગર પો.સ્ટે. ઇ.પી.કો. કલમઃ-૪૦૬,૪૨૦,૪૬૭ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી ઇશ્વરભાઇ અંબારામભાઇ લાધવા રહે.પીપરલા-સથરા તા.તળાજા વાળા ત્રાપજ ચોકડી,તળાજા જવાનાં રસ્તે આવેલ શિવમ કોલ્ડ્રીંકસ પાસે હાજર છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં  નાસતાં-ફરતાં આરોપી ઇશ્વરભાઇ લાધવા મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને અલંગ પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે.
કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં હર્ષદભાઇ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, જીતેન્દ્દસિંહ ઝાલા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleસુરતમાં તાપી બચાવો અભિયાન
Next articleરંઘોળા અકસ્માત : હોસ્પિટલમાં માનવતાની મહેક…