ઉમરાળા તાલુકાના ઠોંડા ગામે પ્રા.શાળામાં સત્ય પ્રેમ કરુણા ગૃપ દ્રારા વીસરાઇ ગયેલ શેરી રમતો યોજાઈ

524

હાલના સમયમાં બાળકો મોબાઇલ ગેમની લતે ચડી ગયેલ છે ત્યારે આજના બાળકોને મોબાઇલથી થતા નુકશાનો વીશે ગૃપ દ્રારા જાણકારી આપી શેરી રમતોના ફાયદાની વાત કરી હતી

શાળામા બાળકોને ચકલીઘર અર્પણ કરી ચકલી બચાવોનો સંદેશ આપ્યો હતો. શાળામા અભ્યાસ કરતા મા.બાપ વગરના ૧૦ જેટલા બાળકોને આધ્યાત્મિક સાધના કેન્દ્ર ઉમરાળાના ધરમેન્દ્રભાઈ તરફથી બાળક દીઠ ૨૦૦ ? રોકડા આપી શીક્ષીત બની આગળ વધવાનુ પુરસ્કાર રુપી પ્રોત્સાહન આપ્યુ હતુ. બાળકો એ શેરી રમતોનો ભરપુર આનંદ સાથે ઉત્સાહ પૂર્વક બધ્ધી રમતોમા ભાગ લીધો હતો. અંતમા બાળકોને સત્ય પ્રેમ કરૂણા ગૃપના સભ્ય અને હાલ નવસારી ખાતે પ્રોફેસર તરીકે કાર્યત ઘનશ્યામભાઈ સવાણીની કાવ્ય રચનાઓ ઇલયાસ બાપુ દ્વારા સભળાવી હતી. ઠોંડા પ્રા.શાળા પરીવાર દ્રારા ગૃપનો આભાર વ્યક્ત કરી ફરી પધારવાનુ આમંત્રણ આપ્યુ હતુ.

Previous articleતળાજાના પીથલપુર ગામે મહીલા દ્વારા માટીના ગણપતિ બનાવી ગણપતિ મહોત્સવ ઉજવ્યો
Next articleટ્રાફિક નિયમોના પાલન અંગે આદર્શ ઉદાહરણ પુરૂ પાડતી બોટાદ જીલ્લાની પોલીસ