ભાવનગરમાં ટ્રાફિક નિયમનું ચુસ્તપણે પાલન કરવા સર્વોને અપીલ : આઈ.જી.

1073

ભાવનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરિક્ષક અશોકુમાર યાદવ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચનાથી રાજયમાં તા. ૧૬-૯-ર૦૧૯થી ટ્રાફિકના નવા નિયમો અમલ થવામાં હોય ટ્‌્રાફિકના નિયમોના  સુચારૂ અમલીકરણ માટે આપેલ સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના તમામ પોલીસ કર્મચારીઓ તથા સીવીલિયન સ્ટાફને ટ્રાફિકના નિયમોનુ ચુસ્ત પણે પાલન કરવા સુચના આપવામાં આવેલ છે.ત ેમજ શહેર/ જિલ્લા ટ્રાફિક શાખાના તમામ પોલીસ કર્મચારીઓ તથા ટ્રાફિક બ્રિગેડના જવાનોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવેલ છે. તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો કચેરીઓમાં પણ પત્રો લખી ટ્રાફિક પાલન કરવા સુચન આપેલ છે.

આગામી દિવસોમાં જિલ્લાની તમામ કચેરીઓમાં પણ ટ્રાફિકના નિયમો પાલન કરાવવા સારૂ અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવશે તેમજ જિલ્લાની શાળા/ કોલેજમાં પણ અવેરનેશ કાર્યક્રમ યોજવામાં આવશે.

જિલ્લા ભાવનગર શહેર ટ્રાફીક શાખા દ્વારા સુરક્ષાસેતુ સોસાયટીના સહયોગથી ભાવનગર શહેરમાં નારી ચોકડી, એસ.ટી. સ્ટેન્ડ, નિલમબાગ સર્કલ, માધવ દર્શન, મોતીબાગ, રબ્બર ફેકટરી સર્કલ, હલુરીયા ચોક, રામમંત્ર મંદિર તેમજ શિવાજી સર્કલ ખાતે ટ્રાફિક નિયમો અંગેના બેનર પણ લગાવવામાં આવેલ છે. હજુ વધુ બેનરો વાહન ચાલકો તેમજ ભાવનગરના નાગરિકોમાં ટ્રાફિક નિયમો અંગે જાણકારી મળી રહે તે સારૂ બાકી રહેલ સ્થળોએ લગાવવા કાર્યવાહી કરવામાં આવશે.

સરકાર દ્વારા ટિ્‌ફકના સુધારેલ નિયમો લોકો માટે ભય ઉભો કરવા સારૂ નથી પરંતુ તમામ લોકોમાં ટ્‌્રાફિકના નિયમો બાબતે જાગૃતિ આવે અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે હેતુ છે. અને પોલીસ અધિકારીઓ દ્વારા લોકોને હેરાન કરવા કે ટ્રાફિક દંડ વસુલ કરવા માટે આ બેનરો લગાવવામાં આવેલ નથી પરંતુ લોકો ટ્રાફિકના નિયમોનુ પાલન કરે અને લોકોને ટ્રાફિક નિયમોની જાણકારી મળીર હે તે ઉમદા હેતુ છે.

Previous articleમ.કૃ.ભાવ. યુનિ. શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા યોજાનાર યુથ ફેસ્ટીવલ અંગે મીટીંગ યોજાઈ
Next articleમેગા મેડિકલ કેમ્પને બહોળો જન પ્રતિસાદ, ૧૭ હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું