બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી સોનાક્ષી સિંહાની કેરિયર છેલ્લા કેટલાક સમયથી સતત ઉતારચઢાવની સ્થિતી વચ્ચેથી પસાર થતા તેની ચિંતા પણ વાજબી છે. જો કે હાલમાં રજૂ કરવામાં આવેલી અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ સફળ રહેતા તેની કેરિયરમાં તેજી આવી છે. કલંક નામની ફિલ્મમાં તે ટુંકા રોલમાં નજરે પડી હતી. જેમાં વરૂણ ધવન અનેઆદિત્ય રોય કપુરની મુખ્ય ભૂમિકા હતી. સોનાક્ષીની કેરિયર છેલ્લા કેટલાક સમયથી ઉતારચઢાવમાં રહ્યા બાદ તે હવે મિશન મંગલને લઇને ખુશ છે. મિડિયાની સાથે સોનાક્ષીએ હાલમાં સફળતાને લઇને વાત કરી હતી. સોનાક્ષી સિંહાએ મિશન મંગલ પર ખુશી વ્યક્ત કરતા કહ્યુ છે કે તે ફિલ્મને લઇને પહેલાથી જ આશાવાદી હતી. હવે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી ચુકી છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મમાં તેની સાથે તાપ્સી અને વિદ્યા બાલનની પણ ભૂમિકા હતી. સોનાક્ષીએ કહ્યુ છે કે તે પહેલાથી જ માની રહી હતી. કે મંગલ મિશનને સફળતા મળશે. તેનુ કહેવુ હતુ કે આ એક ભારતની મોટી સિદ્ધી પર આધારિત ફિલ્મ હતી. જેથી તેને સફળતા મળશે તેમ તે માની રહી હતી. હવે તેની પાસે કેટલીક ફિલ્મો હાથમાં રહેલી છે. તે દબંગ સિરિઝની નવી ફિલ્મમાં કામ કરી રહી છે. મુખ્ય અભિનેત્રી તરીકે તે ત્રીજી વખત નજરે પડનાર છે. ફિલ્મનુ શુટિંગ આશરે પૂર્ણ થવા આવ્યુ છે. આ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં રજૂ કરવામાં આવનાર છે. સલમાનની છેલ્લે ભારત ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જે બોક્સ ઓફિસ પર એટલી સફળતા હાંસલ કરી શકી ન હતી. જો કે સોનાક્ષીની છેલ્લી ફિલ્મ મંગલ મિશન સુપર હિટ સાબિત થઇ ચુકી છે. આવી સ્થિતમાં સોનાક્ષી સિંહા હવે વધારે આશાવાદી દેખાઇ રહી છે. દબંગ ફિલ્મ તો હિટ સાબિત થનાર છે.