ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલ રંઘોળાના પુલ પરથી વહેલી સવારે જાનૈયા ભરેલા ટોરસ ટ્રકે ગુલાટ મારતાં એક સાથે એક જ પરિવારનાં ૩૧ લોકોનાં મોત નીપજવાં પામ્યા હતા અને ૪૦ થી વધુ લોકો ઘવાયા છે. જેમને સારવાર અર્થે ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયા છે. આવી કરૂણાતીકા સર્જાતા નાનકડા એવા અનીડા ગામમાં હાહાકર મચી જવા પામ્યો હતો. એક જ કુટુંબનાં ૧૬ વ્યક્તિઓ જે ઘટનામાં મરણ પામ્યા છે જેમની એક સાથે દફનવિધી કરાઈ હતી. આ ઘટનાથી આખુય ગામ હીબકે ચડ્યું હતું. જેમાં મરણપામેલ હર્ષદભાઈ અને ભાવેશભાઈ ડાભી બન્ને સગ્ગાભાઈઓ છે. કીશન અને અસ્મીતા સગ્ગાભાઈબહેન છે શોભનાબેન અને જસુબેન સગ્ગી બહેનો છે સુરેશભાઈ અને રવિભાઈ સગ્ગા કાકા-ભત્રીજા થાય છે તેમજ આઠ દીકરી અને એક દિકરાના પીતા ધીરૂભાઈ માધાબાઈ પરમારનું આ દુર્ઘટનામાં મોત થયુ છે આ તમામની અનીડા ગામે એક સાથે જ્ઞાતીના રીતીરીવાજ મુજબ દફન વિધી કરાઈ હતી આ બનાવથી ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે.