સોમનાથ મંદિરની સુરક્ષા હવે મરીન ટાસ્ક ફોર્સને હવાલે

400

ગુજરાતના સમુદ્ર માર્ગે સંભવિત હુમલાના ખતરાના પગલે સોમનાથ મહાદેવ મંદિર માટે ખાસ મરીન ટાસ્ક ફોર્સના જવાનોની ટુકડી ફાળવવામાં આવી હતી. જેમાં એક ડીવાયએસપી, એક પી.આઈ. ચાર પી.એસ.આઈ.સહિત ૨૫ જેટલા જવાનો રાઉન્ડ ધી કલોક મંદિરની સુરક્ષા માટે મહત્ત્વના પોઈન્ટો પર બાજ નજર રાખી રહ્યા છે.સોમનાથ મંદિરની સુરક્ષામાં રેન્જ આઈ.જી અને એ.ટી.એસ.વડાની સીધી દેખરેખ હેઠળ આ ફોર્સ કમાન્ડો કક્ષાનું છે અને ભૌગોલિક રીતે સોમનાથ મંદિર દરિયાઈ સરહદ જેવા જ તટે આવેલુ હોય તેમજ ૩૭૦મી કલમ હટાવ્યા બાદ સમુદ્ર માર્ગે સંભવિત આવનાર ખતરા અને પડકારોનો સામનો કરવા રાખવી જોઈતી તમામ સુસજજતા સાથે ફુટ પેટ્રોલિંગ, રિફ્રેશર કોર્સ તેમજ નેવીની આકરી તાલિમબદ્ધતા પામેલ જવાનો સોમનાથ મંદિરની સુરક્ષામાં રાષ્ટ્રીય યોગદાન આપી રહ્યા છે.

Previous articleજીપીસીબીએ પ્રદૂષણ ફેલાવતા સિરામિક યુનિટોને રૂ ૪૦૦ કરોડનો દંડ ફટકાર્યો
Next articleરાજકોટમાં ઠેર-ઠેર ખાડાનું સામ્રાજ્ય, કોંગ્રેસે તમામ વોર્ડમાં હવન કરી વિરોધ કર્યો