અર્થવ્યવસ્થામાં રહેલી સુસ્તીને દુર કરવા માટે નાણાંમંત્રી નિર્મલા સીતારામને આજે અનેક મોટી જાહેરાતો કરી હતી. નાણાંમંત્રીએ અર્થવ્યસ્થા માટે રાહતની જાહેરાતો કરવાનો સિલસિલો જારી રાખ્યો છે. એકબાજુ બેંકો પાસેથી લોનના પ્રભાવને વધારવાના પ્રયાસો જારી રાખવામાં આવ્યા છે. ભારતમાંથી વાણિજ્ય વસ્તુઓની નિકાસ યોજના (એમઈઆઈએસ)ની જગ્યા પર નિકાસ કરવામાં આવતી ચીજવસ્તુઓ પર ચાર્જ અને કરવેરાની વાપસીની વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, દેશમાંથી વાણિજ્ય વસ્તુઓની નિકાસ સંબંધિત યોજનાઓ (એમઈઆઈએસ) વસ્ત્રો માટે ૩૧મી ડિસેમ્બર સુધી અમલી રહેશે. આજે શ્રેણીબદ્ધ જાહેરાતોને લઈને પહેલાથી જ ભારે ઉત્સકુતા પ્રવતિ રહી હતી. કેન્દ્ર સરકારે આર્થિક સુસ્તીને દુર કરવા આજે હાઉસિંગ અને નિકાસ સેક્ટર માટે શ્રેણીબદ્ધ જાહેરાતો કરવામાં આવી હતી. આર્થિક મંદીના કારણે વિરોધ પક્ષો તરફથી ટિકા ટિપ્પણીનો સામનો કરી રહેલી સરકારે રોજગારવાળા સેક્ટરો માટે અનેક જાહેરાતો કરી છે. એક બાજુ કેન્દ્ર સરકારે મોટા બુસ્ટરડોઝની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે હાઉસિંગ ક્ષેત્રને ગતિ આપવા માટે દસ હજાર કરોડ રૂપિયા ૬૦ ટકા સુધી પુર્ણ થઈ ચુકેલા અટવાયેલા પ્રોજેક્ટોને આપવાની જાહેરાત કરી છે. આમા કેટલીક શરતો પણ જોડવામાં આવી છે. શરત એ છે કે, એવા પ્રોજેક્ટ એનપીએ અને એનસીએલટીમાં હોવા જોઈએ નહીં. સરકારની આ જાહેરાતથી દિલ્હી અને એનસીઆરમાં આવાસનો ઇન્તજાર કરી રહેલા હજારો રોકાણકારોને લાભ થશે. આ ઉપરાંત નિકાસને પ્રોત્સાહન આપવા માટે દેશમાં આગામી માર્ચમાં મેગા શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત નિર્મલા સીતારામને જીએસટી હેઠળ ઈનપુટ ટેક્સ ક્રેડીટ માટે પૂર્ણ સ્વસંચાલિત ઇલેકટ્રોનિક રિફંડની વ્યવસ્થા લાગુ કરવાની વાત કરી છે. આને આ મહિનાના અંત સુધી શરૂ કરવામાં આવશે. ૪ શહેરોમાં શોપિંગના મહા મેળાનું આયોજન કરવામાં આવશે. હાઉસિંગ સેક્ટરને બુસ્ટરડોઝ આપતા લોકોને મોટી રાહત થઈ શકે છે. હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા અને ઘર ખરીદવા માટે ઈચ્છુક લોકોને મોટી રાહત આપવામાં આવી છે. સરકારનું ધ્યાન અટવાયેલા પ્રોજેક્ટોને પૂર્ણ કરવા પર કેન્દ્રિત રહેશે. હાઉસિંગ બિલ્ડિંગ પર વ્યાજને ઘટાડવામાં આવશે. નાણાંમંત્રીએ કહ્યું હતું કે, નોન એનપીએ અને નોન એનસીએલટી હાઉસિંગ પ્રોજેક્ટોને પુર્ણ કરવા માટે ફંડની વ્યવસ્થા કરવામાં આવશે. આના હેઠળ સરકાર ૧૦ હજાર કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી રહી છે. આટલી જ રકમ બહારના રોકાણકારો પણ લગાવી શકશે. ઘર ખરીદવા માટે જરૂરી ફંડ માટે સ્પેશિયલ વિન્ડોે બનાવવામાં આવશે. જેમાં નિષ્ણાંત લોકો કામ કરશે. લોકોને ઘર ખરીદવામાં સરળતા રહેશે અને સરળતાથી લોન પણ લઈ શકાશે. એક્સટર્નલ કોમર્શિયલ ગાઈડ લાઈન ફોર અફોર્ડેબલ હાઉસિંગમાં રાહત આપવામાં આવશે. નાણાંમંત્રીએ કહ્યું હતું કે, બજેટમાં કેટલાક પગલા જાહેર કરવામાં આવી ચુક્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧.૯૫ કરોડ લોકોને ફાયદો થઈ ચુક્યો છે. ૪૫ લાખની કિંમતના ઘરને અફોર્ડેબલ સ્કીમમાં મુકવાથી ફાયદો મળ્યો છે. ક્ષેત્રની અનેક કંપનીઓએ આ યોજનાની પ્રશંસા કરી છે. સરકાર આવા ઘરોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર પીસીબી ગાઈડ લાઈનમાં પણ સુધારો કરવા માટે તૈયાર છે.
અફોર્ડેબલ, મિડલ ઇનકમ હાઉસિંગ માટે સરકાર ૧૦ હજાર કરોડ રૂપિયા અટવાયેલા પ્રોજેક્ટોેને આપશે. સરકારની શરતોથી ૩.૫ લાખ ઘરોને ફાયદો થશે. સરકાર ઉપરાંત બાહર અને એલઆઈસી જેવા રોકાણકારો પણ આટલા જ પૈસા લગાવશે.
અલબત આ પૈસા એવા પ્રોજેક્ટોને મળશે જેમાં ૬૦ ટકા કામ પૂર્ણ થઈ ચુક્યું છે. અફોર્ડેબલ હાઉસિંગ માટે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ ગાઈડ લાઈનને શરળ કરવામાં આવી રહી છે. આરબીઆઈ સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવનાર અફોર્ડેબલ ઘર માટે ઈસીબીમાં રાહત આપવામાં આવી છે.
હાઉસિંગ બિલ્ડિંગ એડવાન્સ પર વ્યાજને ઘટાડવામાં આવ્યો છે. દસ વર્ષના જેને યીલ્ડ્સ સાથે લીંક કરવામાં આવ્યા છે. આનાથી સરકારી કર્મચારીઓને ફાયદો થશે.
નિકાસને લઈ ૫૦૦૦૦ કરોડ રૂપિયાની મોટી જાહેરાત થઈ
નાણાંમંત્રી નિર્મલા સીતારામને નિકાસને પ્રોત્સાહન આપવા માટે વિદેશ બજારમાં મોકલવામાં આવતી વાણિજ્ય ચીજવસ્તુ પર કરવેરા અને ચાર્જના બોજને ખતમ કરવા માટે એક નવી યોજના રીમિશન ઓફ ડ્યુટી ઔર ટેક્સેઝ ઓન એક્સપોટ્ર્સ પ્રોડક્ટ્સ (આરઓડીટીઈપી)ની જાહેરાત કરી હતી. નિકાસ પેદાસો પર ચાર્જ અને કરવેરાની છુટછાટ (આરઓડીટીઈપી) નામની આ યોજનાથી ખજાના પર અંદાજિત ૫૦૦૦૦ કરોડ રૂપિયાનો બોજ પડે તેવી શક્યતા છે. સરકારે આ જાહેરાતો એવા સમયે કરી છે જ્યારે ભારતમાંથી વાણિજ્ય વસ્તુઓની નિકાસ ઓગસ્ટ મહિનામાં એક વર્ષની સરખામણીમાં ૬.૦૫ ટકા ઘટી ગઈ છે. ઓગસ્ટ મહિનામાં નિકાસ છ ટકાથી વધુ ઘટી ગઈ છે. ઓગસ્ટ મહિનામાં દેશમાંથી વસ્તુઓની નિકાસનો આંકડો ૨૬.૧૩ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. નવી સ્કીમ પહેલી જાન્યુઆરી ૨૦૨૦થી પહેલાની મર્ચેડાઇજ એક્સપોટ્ર્સ ફ્રામ ઈન્ડિયા સ્કીમ (એમઈઆરએસ)ની જગ્યા લેશે. એમઈઆઈએસ હેઠળ સરકાર પ્રોડક્ટ અને દેશના આધાર ઉપર ચાર્જ પર લાભ ઉપલબ્ધ કરાવે છે.
નાણાંમંત્રીએ કહ્યું હતું કે, નિકાસને પ્રોત્સાહન આપવા માટે દુબઈ શોપિંગ ફેસ્ટીવલની જેમ જ દેશના મેગા શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવશે. માર્ચ મહિનામાં ૪ મેગા શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવશે. આ ચાર મેગા ફેસ્ટીવલ ચાર શહેરોમાં યોજાશે. નિકાસને પ્રોત્સાહન આપવા માટે જે યોજનાઓની જાહેરાતકરવામાં આવી છે તેમાં ટેક્સ અને ડ્યુટીના રીઇંબર્સમેંટની સ્કીમને વિસ્તૃત કરવામાં આવી છે. આ ઉપરાંત જીએસટીમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ્ર્સ (આઈટીસી) માટે સંપૂર્ણ રીતે ઈલેકટ્રોનિક રીફંડ રુટની વ્યવસ્થા રહેશે. ઈસીજીસી દ્વારા એક્સપોર્ટ ક્રેડિટ ઈન્યોરન્સ સ્કીમના સ્કોપને વધારવામાં આવશે. વાણિજ્ય મંત્રાલય દ્વારા એક્સપોર્ટ ફાયનાન્સિગને પ્રભાવી રીતે અમલી કરવામાં આવશે. પ્રાથમિકતાવાળા સેક્ટર લેન્ડિંગ બાદ નિકાસ માટે ૬૮૦૦૦ કરોડ રૂપિયાના ક્રેડિટની વ્યવસ્થા કરવામાં આવનાર છે. નાણાંમંત્રીએ કહ્યું હતું કે, મોંઘવારી સંપૂર્ણ પણે કાબુમાં છે. ઔદ્યોગિક ઉત્પાદન અને સ્થિર મુડી રોકાણમાં ઝડપથી સુધારના સંકેત મળી રહ્યા છે. પ્રત્યક્ષ વિદેશ મુડીરોકાણ મજબુત છે. સાથે સાથે ભારતના વિદેશી નાણાં ભંડારમાં પણ કોઈ કમી નથી. તેમણે કહ્યું હતું કે, બેંકો સાથે જોડાયેલા મામલાને લઈને ૧૯મી સપ્ટેમ્બરના દિવસે સરકારી બેંકોના વડાઓ સાથે બેઠક યોજવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વ્યાજદરમાં ઘટાડાનો લાભ બેંકો હવે ગ્રાહકોને આપી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઇંટ્રેસ્ટ ઇક્વલાઇજેશન સ્કીમ (આઈઈએસ) રેટ એમએસએમઈ નિકાસ કારો માટે ત્રણથી વધારીને ૨ નવેમ્બમર ૨૦૧૮થી પાંચ ટકા કરવામાં આવ્યો છે. નાણાંમંત્રીએ જીએસટીને લઈને પણ મોટી જાહેરાત કરી હતી. જે હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે ઈલેકટ્રોનિક રિફંડની વ્યવસ્થા અપનાવવામાં આવશે. જેને આ મહિનાના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે.
સરકારી કર્મચારીઓ પણ મોટો લાભ થશે : સરકાર
અફોર્ડેબલ હાઉસિંગ માટે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ ગાઈડલાઈનને સરળ કરવામાં આવી છે. નાણાંમંત્રીએ કહ્યું છે કે, આરબીઆઈ સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન આવાસ યોજનાના આવનાર અફોર્ડેબલ ઘર માટે ઈસીબીમાં રાહત આપવામાં આવી છે. હાઉસ બિલ્ડિંગ એડવાન્સ પર વ્યાજને ઓછો કરવામાં આવ્યો છે. દસ વર્ષના યીલ્ડ્સ સાથે લીંક કરવામાં આવ્યા છે. આનાથી સરકારી કર્મચારીઓને સીધી રીતે ફાયદો થશે. હાઉસિંગ અને અન્ય ક્ષેત્રો માટે આજે મોટી જાહેરાતો કરાઈ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો હેતુ ૨૦૨૨ સુધી બધાને આવાસ આપવાનો છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આણંદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
(જી.એન.એસ)મહિસાગર,તા.૧૪
મહિસાગર જિલ્લામાં ચોવીસ કલાકમાં ૧૬ ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઉપરવાસમાં આવેલી મહી બજાજ ડેમ, સોમ કમલા ડેમ અને ઝાંખમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ હતું. કડાણા ડેમમાં પાણીની આવક ૪ લાખ ૩૧ હઝાર ૮૮૫ ક્યુસેક થઈ છે. જ્યારે ડેમનું જળસ્ત ૪૧૬.૦૦ ફૂટ નોંધાયું છે. ડેમમાં પાણીની આવક વધતા કડાણા ડેમના ૧૫ ગેટ ૧૮ ફૂટ ખોલી ૪,૩૪,૮૫૫ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યુ હતું. જેના કારણે મહી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેના લીધે મહીસાગર જિલ્લાનું વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. જિલ્લા કલેકટર આર બી બારડની સૂચના અનુસાર, લુણાવાડા પ્રાંત અધિકારી, મામલતદાર અને ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓની એક ટીમ રાબડીયા પહોંચી હતી. જ્યાં રાબડીયા વિસ્તારના ૩૫ જેટલા અસરગ્રસ્તોને રાબડીયા ગામમાં ઉંચાઈ પર આવેલ સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ અસરગ્રસ્તો માટે રહેવા તથા જમવાની સુવિધાઓ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા મહી નદીમાં પાણી છોડવામાં આવતા લુણાવાડા તાલુકાના ૩ ગામ, ખાનપુર તાલુકાના ૫ ગામ અને કડાણા તાલુકાના ૨૭ ગામ તેમ મળી કુલ ૩૫ ગામને સાવચેતીના ભાગ રૂપે એલર્ટ રાખવામા આવ્યા છે. આણંદના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા લેવામાં આવી હતી. અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આણંદ તાલુકા અને બોરસદ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રએ લોડ આપવાની જગ્યાએ સ્થળ પરની કામગીરી કરવાની જરૂર છે વધુમાં જણાવ્યું કે સરકાર દ્વારા અવારનવાર પૂરની પરિસ્થિતિમાં જે ગામો વચ્ચેનો સંપર્ક, રસ્તો બંધ થવાના કારણે તૂટી જાય છે તે ગામને જોડતા માર્ગને નવેસરથી બનાવી અને પૂરમાં અસરગ્રસ્ત ન થાય તે માટે કામગીરી કરવાની જરૂર છે.