સિહોરમાં નરેન્દ્ર મોદીના આગમી જન્મ દિવસ નિમિત્તે ફ્રી થેરોપી કેમ્પનું આયોજન

486

શિહોર ખાતે આજ રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગામી જન્મ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે એક ફ્રી થેરોપી કેમ્પનું આયોજન સિહોર બાપા સીતારામ મઢુલી ગ્રુપ (પીપળીયા ની નળ) ખાતે કરવામાં આવેલ આ ફ્રી થેરોપી કેમ્પમાં પુનીતનગર, વૃંદાવન સોસાયટી, શિવ શક્તિ, શ્રીજી નગર, કૈલાશ નગર ,કેશવ પાર્ક,આજનેય પાર્ક  સહિતની તમામ સોસાયટી ના રહીશોએ થેરોપી નો લાભ લીધો હતો ત્યારે આ થેરોપી કેમ્પ નો લાભલેવા ૯૦ વર્ષના શાંતાબા પટેલ પહુચ્યા હતા અને થેરોપી લઈ આપણા દેશના યશશ્વિ વડાપ્રધાન મોદીને આગામી ૧૭/૯/૧૯ ના રોજ જન્મદિવસ નિમિતે આશીર્વાદ આપ્યા હતા અને સ્વાસ્થ્ય સારું રહે અને જીવન દીર્ઘાયુશ્‌ થાય માટે  બજરંગદાસબાપા પાસે પ્રાર્થના કરી હતી. કેમ્પ પૂર્ણ થયા બાદ મઢુંલી ગ્રુપ દ્વારા બટુક ભોજન નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

Previous articleભાદરવી પૂનમના મેળામાં પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રી મા અંબાના દર્શને પહોંચ્યા
Next articleનર્મદા બંધે ૧૩૮ મી. ઐતિહાસિક સપાટીને વટાવી