ભાવનગર એલસીબી શહેર વિસ્તારમાં નાસતાં-ફરતા આરોપીઓ પકડવા માટે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમા હતાં. તે દરમ્યાન ભાવનગર,રાજકોટ રોડ ચિત્રા એસ.ટી. વર્કશોપ પાસે આવતા જયદિપસિંહ ગોહિલ, મનદિપસિંહ ગોહિલની બાતમીના આધારે બોરતળાવ પો.સ્ટે.ના ગુન્હામાં નાસતો-ફરતો આરપોી સોહિલ ઉર્ફે ભોડી ભરતભાઈ દિહોરને સ્વામિનારાયણ ગુરૂકુળના દરવાજા પાસે રોડ ઉપર ઉભો છે તેવી હકિકત મળતા પંચ અલ્તાફભાઈ ગનીભાઈ ચુડેસરા તથા રજાકભાઈ મુસાભાઈ ગુંદીગરા ને બોલાવી ઉપરોકત હકિકતવાળી જગ્યાએ લઈ જઈ સોહિલ ઉર્ફે ભોડી ભરતભાઈ દિહોરા ઉભો હતો ગુનાની સમજ કરી આ ગુનાને કામ નાસતો-ફરતો આરોપી હોય તેમ જણાવતા આ ઈસમને ગુનાની કબુલાત કરી જેથી તેની ધોરણસરની અટક કરવામાં આવી હતી.