પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ.શાળાના યજમાપદે તાલુકા કક્ષાના ખેલ મહાકુંભની કબડ્ડ સ્પર્ધા ત્રણ દિવસ યોજાઈ હતી. જેમાં અંડર ૧૪ ભાઈઓમાં સતુઆબાબા શાળા અનેબ હેનોમાં શેત્રુેજી ડેમની ટીમ વિજેતા થઈ હતી. જયારે અંડર-૧૭ ભાઈઓમાં સનરાઈઝ શાળા વિજેતા થઈ હતી. ઓપન વિભાગ ભાઈઓમાં હણોલ ગામની ટીમ વિઝેતા થઈ હતી અને ઓપન વિભાગ બેહનોમાં લોક વિદ્યાલય વાળુકડની ટીમ વિજેતા થઈ હતી. ઉપરોકત સ્પર્ધામાં તાલુકાના કન્વીનર ઘનશ્યામસિંહ રાઠોડ અને એમ.ઓ.બારૈયા તથા મોટી પાણીયાળી કે.વે.શાળાના આચાર્ય બી.એ.વાળા તેમજ તમામ રેફરીઓએ સુંદર કામગીરી કરી હતી. આ સ્પર્ધા દરમ્યાન તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઈ વાઘેલાએ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. વિઝેતા થયેલ દરેક ટીમો આગામી દિવસોમાં જિલ્લાકક્ષાએ ભાગ લેવા જશે.