નાયબ પોલીસ મહારીક્ષક અશોક કુમાર યાદવનાઓએ ભાવનગર જિલ્લામાં ગંભીર બનાવો બનતા અટકાવવા તથા શરીર સંબધી જેવા ગંભીર ગુન્હામા નાસતા ફરતા આરોપીઓને અટક કરવા માટે સુચન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગરનાઓએ પાલીતાણા વિભાગના નાયબ પોલીસ અધીક્ષક. પી.એ.ઝાલાઓ ને સુચના આપેલ જે માર્ગદર્શન હેઠળ ઉમરાળા પોલીસ સ્ટેશના પો.સબ.ઈન્સ એચ.આર.પઢીયાર તથા હેડ કોન્સ. હિતેશગીરી વનરાજગીરી ગોસ્વામી તથા ભારતસિંહ વેગડ તથા પોકન્સ જગતસિંહ ગોહિલ તથા યુવરાજસિંહ ગોહિલ નમભા ચુડાસમા વિગેરે પોલીસ સ્ટાફના માણસો ઉમરાળા પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા નાસતા ફરતા આરોપીઓની વોચમા હતા દરમ્યાન પો.હેડ કોન્સ હિતેશગીરી વનરાજગીરી ગોસ્વામી તથા ભારતસિંહ હેમંતસિંહ વેગડ નાઓને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે, ઉમરાળા પો.સ્ટે ગુન્હામા છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી હનીફભાઇ મામદભાઇ જોગીયાણી રહે વીજપડી તા સાવરકુંડલા જી અમરેલીવાળો લીબડા ગામે સ્મશાન પાસે હોવાની હકિકત આધારે તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા મજકુરને ધોરણ સર અટક કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.