ભાવનગર શહેરમાં જવાહર મેદાન ખાતેથી ડીવાયએસપી મનીષ ઠાકર દ્વારા લીલીઝંડી આપી આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ટ્્રાફિકના બેનરો સાથે આ રેલી શહેરના જવાહર મેદાનથી ઘોઘાસર્કલ, રૂપાણી સર્કલ, સરદારનગર સર્કલ, સંસ્કાર મંડળ, વેલેન્ટાઈન સર્કલ, પાણીની ટાંકી, જવેર્લ્સ્ સર્કલ, આર.ટી.સર્કલ, નિલમબાગ સર્કલ, એસ.ટી. સ્ટેન્ડ, જશોનાથ સર્કલ, મોતીબાગ, ભીડભંજન, કાળાનાળા, રાધા મંદિર, એસ.પી. કચેરી પરેડ ગ્રાઉન્ડ સમાપન થઈ હતી.જેમાં ટ્રાફિક પોલીસના અધિકારીઓ તથા ટ્રાફિક બ્રિગેડ જવાનો ઉપસ્થિત રહ્યા હતાં. અને લોકોને ટ્રાફિક અંગે માહિતી આપી જાગૃત કરાયા હતાં. લોકોમાં જાગૃત કેળવાય તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.