ગુજરાત રાજ્ય સ્કાઉટ ગાઇડ દ્વારા માણસા ખાતે તારીખ ૮થી ૧૧ માર્ચ દરમિયાન રાજ્યના ૧ હજારથી વિદ્યાર્થીઓ સ્કાઉટ ગાઇડની રેલીમાં જોડાશે. તેમજ ચાર દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ એક સ્થળે રોકાઇને વિવિધ પ્રવૃતિમાં ભાગ લેશે અને પોતાનું કૌશલ્ય કેળવશે.રેલી કો-ઓર્ડિનેટર દિનેશ વ્યાસે જણાવ્યુ હતું કે, રાજ્ય ભારત સ્કાઉટ ગાઇડ દ્વારા દર વર્ષે સૌથી મોટી ઇવેન્ટ રાજ્ય રેલી યોજવામાં આવે છે. વિવિધ જિલ્લાનો ૧હજાર સ્કાઉટ ગાઇડના વિદ્યાર્થીઓ એક સ્થળે એકઠા થાય છે.
આ વર્ષે બેટી બચાવો બેટી પઢાવો, નિર્મળ ગુજરાત, શ્રવણ તીર્થ અને મેક ઇન ઇન્ડિયા સહિતની સ્પર્ધાઓનું આયોજન કરાયુ છે. જેમાં ટેન્ટ સીટી, સભા મંડપ, સ્ટેજ પ્રોગ્રામ, સહિતનું નિર્માણ કરાયુ છે. રાજ્યરેલીમાં સ્કાઉટ ગાઇડના બાળકોને માહિતી મળી રહે તે માટે ગુજરાત ટુરીઝમ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા પ્રદર્શન યોજાશે. તેમજ રેલીમાં લીમકા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ સ્કાઉડ ગાઇડ દ્વારા કરવામાં આશશે. તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૪૦ ફુટના શિવલીંગની પ્રતિકૃતિ અને આશરે ૨૨ ફુટનું સ્વચ્છ ભારત અભિયાનનો સેલ્ફી પોઇન્ટ રાખવામાં આવશે.