ડેઝી શાહ સેક્સી સીનને લઇને દુવિધાઓમાં ફસાઇ : હેવાલ

704

સલમાન ખાનની ફિલ્મ જય હો મારફતે બોલિવુડમાં પોતાની કેરિયર શરૂ કરનાર ડેઝી શાહે પોતાની છલ્લી ફિલ્મ  રેસ-૩માં ગ્લેમર ભૂમિકા અદા કરી હતી. હવે તે ગ્લેમર ભૂમિકાને લઇને દુવિધા અનુભવ કરી રહી છે. કારણ કે તે પહેલા સલમાન ખાનના કહેવા મુજબ રેસ-૩ અને તે પહેલા હેટ સ્ટોરી-૩માં ખુબ બોલ્ડ ભૂમિકા અદા કરી  ગઇ હતી. તેના ચાહક તેને આ રૂપમાં જોઇને ખુબ આશ્ચર્યચકિત થયા હતા. જો કે ડેઝી શાહે કહ્યુ છે કે તે બીજી વખત ફિલ્મમાં બોલ્ડ સીન કરશે નહી. પોતાની ઇમેજને બદલી નાંખવા માટેતૈયાર છે. હેટ સ્ટોરી-૩ ફિલ્મમાં ડેઝી શાહે કેટલાક સેક્સી સીન કર્યા હતા. પરંતુ હવે તેને લાગે છે કે તે આ પ્રકારના સીન કરશે નહી. ડેઝીએ વાતચીતમાં કહ્યુ છે કે તે ક્યારેય બોલ્ડ અને સેક્સી સીન કરનાર નથી. લોકોને  એ વખતે લાગ્યુ હતુ કે તે કોઇ પણ રોલ કરવામ તૈયાર દેખાઇ રહી છે.તેનુ કહેવુ છે કે તે માત્ર સાધારણ યુવતિના રોલ જ કરી શકે છે તેમ માનનાર લોકોને તે દર્શાવવા માંગતી હતી કે તે કોઇ પણ રોલ સરળતાથી  કરી શકે છે. જેથી હેટ સ્ટોરી-૩ ફિલ્મમાં સેક્સી સીન કર્યા હતા. ડેઝીએ વાતચીત દરમિયાન કહ્યુ છે કે રેસ-૩ ફિલ્મમાં તે ગ્લેમર રોલ કરવા માટે તૈયાર થઇ હતી. કારણ કે તેની ફિલ્મમાં ભૂમિકા ખુબ શાનદાર રહી હતી. સલમાનની સાથે ડેઝી ફરી રેસ-૩માં કામ  કરી ચુકી છે. રેસ-૩ ફિલ્મમાં તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. તેની પાસે હાલમાં કેટલીક અન્ય નવી ફિલ્મો પણ આવી રહી છે. ડેઝી શાહની સલમાન ખાન સાથે ખુબ નજીકના સંબંધ હોવાના કારણે તે જાણીતી રહી છે. તે રેસ-૩માં સૌથી સારા રોલમાં નજરે પડી હતી.

Previous articleટાઇગર અને શ્રદ્ધા કપુરની જોડી બાગી-૩માં ફરી હશે
Next articleમોબાઇલની જાહેરાતમાં ફરી રણબીર-કેટરીના સાથે દેખાશે