ગાંધીનગર નજીક આવેલું ગામ ધોળાકુવા એ ગાંધીનગરમાં લગભગ ભળી ગયું છે પરંતુ ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો શહેરી કરણથી અટવાઈને પડયા હતા. જરુરી કાગળ વગર ત્યાં રહેતાં લોકોનો ૪૦ વર્ષથી પીવાના પાણીનો પ્રશ્ન હલ થતો ન હતો. અનેક રજુઆતો કરવા છતાં આ અંગે કશુ થઈ શકતું ન હતું. છેવટે ત્યાંના લોકોએ ભેગા મળી મનપાના કોર્પોરેટરોને આ પ્રશ્ન રજુ કર્યો હતો. મનપામાં મત આપતા હોવા છતાં પીવાના પાણી માગે પડતી મુશ્કેલીઓના વર્ણન બાદ નગર સેવકોએ આ બાબતને ગંભીરતાથી લઈ ખાસ રસ લઈ, લાગતી વળગતી કચેરીઓ અને જરૂરી કાર્યવાહી કરી હતી. નાજાભાઈ ઘાંઘરે અંગત રસ લઈ વિવિધ ઓફીસોમાં ધકકા ખાઈને પ્રશ્ન સોલ કરતાં ધોળાકુવાના લોકોમાં ઉત્સાહ અને આનંદ તસ્વીરમાં જોઈ શકાય છે. આ પ્રસંગે નગર સેવક કાર્તિકભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.