પાવાગઢ જતા શ્રદ્ધાળુઓને પડશે મુશ્કેલી… ૬ દિવસ પગથિયા ચઢવા પડશે

599

ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢને લઇને આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જેથી વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ જતા શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરીને ૬ દિવસ પગથિયા ચઢવા પડશે.વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ચાલતા ઉડન ખટોલા રોપ-વે ૧૬થી ૨૧ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય ત્યાંના સત્તાધીશોએ લીધો છે. ઉડન ખટોલા ચલાવી રહેલી એજન્સીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ૬ દિવસ માટે મેઇન્ટેનન્સ માટે ઉડન ખટોલા બંધ રાખવામાં આવશે.ગત જૂન મહિનામાં યાત્રાધામ પાવાગઢ શક્તિપીઠ માતાજી મંદિરના ડેવલેપમેન્ટનું કામ ચાલી રહ્યું હતુ. ત્યારે પણ કન્સ્ટ્રક્શન કામ માટે રેતી-કપચી, સ્ટીલ, પથ્થર સહિતનો માલસામાન ચઢાવવા માટે સ્થિત વણઝારા વાસમાં માલવાહક રોપવે બનાવવામાં આવી હતી. ત્યારબાદ આ વર્ષે પાવાગઢની પબ્લિક રોપ-વે આજથી ૬ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓને મહાકાળી માતાજીના દર્શન સરળ રીતે કરી શકે તે માટે ખાનગી કંપની ઉડન ખટોલા (રોપ-વે) ચલાવે છે.

Previous articleટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં પોલીસ કર્મીઓને ડબલ દંડ ફટકારાયો
Next articleકાયદો લાગુ થતા જ જનતાની ઊંઘ ઉડી, પીયુસી સેન્ટર પર લાંબી લાઈનો લાગી