૩૭૦ પર સુનાવણી : બે સપ્તાહમાં વિસ્તૃત રિપોર્ટ આપવા માટે હુકમ

343

જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની સામે દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે નેશનલ કોન્ફરન્સના નેતા અને સાંસદ ફારુક અબ્દુલ્લાને નજર કેદમાં રાખવાની સામે દાખલ કરવામાં આવેલી અરજી ઉપર કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. કાશ્મીરની સ્થિતિ ઉપર કેન્દ્ર સરકારને બે સપ્તાહમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવાના આદેશ જારી કરી દેવામાં આવ્યા છે. તમિળનાડુના નેતા અને એમડીએમકેના સ્થાપક દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં સુનાવણી ઉપર તમામની નજર રહેશે. એટર્ની જનરલને સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, કયા કારણથી તમે કહી ચુક્યા છો કે કાશ્મીરમાં સમાચાર પત્ર પ્રકાશિત થઇ રહ્યા છે. કાશ્મીર ખીણમાં ઇન્ટરનેટ અને ફોનની સુવિધા હજુ સુધી શરૂ કરવામાં કેમ આવી નથી. ખીણમાં કોમ્યુનિકેશન વ્યવસ્થાને બંધ કેમ રાખવામાં આવી છે. ત્યારબાદ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ એસ અબ્દુલનઝીરે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યા હતા કે, બે સપ્તાહમાં કાશ્મીરની સ્થિતિ ઉપર વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવાની જરૂર છે. એટર્ની જનરલે કહ્યું હતું કે, કાશ્મીરમાં આતંકવાદીઓ માટે મોટાપાયે પાકિસ્તાનના હાઈકમિશન તરફથી ફંડિંગની વ્યવસ્થા થઇ રહી છે. કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે તથા પથ્થરબાજોને સમર્થન આપવા માટે કામ થઇ રહ્યું છે. એટર્ની નજરલે કહ્યું હતું કે, ૨૦૧૬માં બુરહાન વાનીના મોત બાદ રાજ્ય સરકારે ત્રણ મહિના માટે ઇન્ટરનેટ અને ફોન સુવિધાઓને બંધ કરી દીધી હતી. વર્તમાન સ્થિતિમાં ઇન્ટરનેટ અને ફોન બંધ કરવાના નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઇને લેવામાં આવ્યો છે. કુલ ૮ અરજીઓ ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

સીપીઆઈએમના નેતા સીતારામ યેચુરીની એક અરજી પણ સુનાવણી માટે આવી છે. સીપીએમના નેતા તારીગામીની અરજી પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તેઓ કાશ્મીર યાત્રા માટે સ્વતંત્ર છે. કોર્ટે કહ્યું હતું કે, આ અરજી ઉપર કોઇ અલગથી આદેશ કરવામાં આવશે નહીં. કાશ્મીરની સ્થિતી અંગે પૂર્ણ રીપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યુ છે. કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારના આ નિર્ણયની સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે નેશનલ કોન્ફરન્સના નેતા અને સાંસદ પારૂખ અબ્દુલ્લાની નજર કેદ અંગેની સ્થિતી અંગે નોટીસ જારી કરી છે. આ અંગે કેન્દ્ર સરકારને નોટીસ જારી કરવામાં આવી છે. તમિળનાડુના નેતા અને એમડીએમકેના સ્થાપક નેતા વૈકો દ્વારા દાખલ કરવામા ંઆવેલી અરજી પર સુનાવણી કરતી વેળા આ આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યોહતો. કેન્દ્ર સરકારને ૩૦મી સપ્ટેમ્બર સુધી જવાબ આપવા માટે કહ્યુ છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ફારૂખને નજર કેદ હેઠળ રાખવાને લઇને કેન્દ્ર સરકાર જુદી જુદી પ્રતિક્રિયા આપી રહી છે.

Previous articleજમ્મુ કાશ્મીર : શ્રીનગરમાં બે ડઝન આતંકવાદી સક્રિય
Next articleહાઉડી ઇવેન્ટ : મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ એક સાથે, વિશ્વભરની નજર