બોટાદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ  યુવાનોને રમત ગમત ક્ષેત્રે અનોખી પ્રેરણા પૂરી પાડી

447

બોટાદ ખાતે ખેલ મહાકુંભ સ્પર્ધા – ૨૦૧૯ અંતર્ગત બોટાદ જિલ્લા કક્ષાની બેડમિન્ટન રમત સ્પર્ધા જિલ્લા સેવા સદન ખાતે યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વય જુથ કક્ષામાં બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જિલ્લા રમત – ગમત અધિકારી એન. ટી. ગોહેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ પણ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લઈ અન્ય યુવા ખેલાડીઓને પ્રેરણા પુરી પાડી હતી.

જિલ્લા કક્ષાની ભાઈઓની બેડમીન્ટન સ્પર્ધા અંતર્ગત સીંગલ્સ રમતમાં અબવ ૪૦ વય જુથ કક્ષામાં સહાયક માહિતી નિયામક એચ. બી. દવેએ સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું હતુ. તેમજ ડબલ્સ રમતમાં ઓપન  વય જુથ કક્ષામાં જિલ્લા રોજગાર અધિકારી પી. કે. ત્રિવેદીએ દ્વીતીય સ્થાન મેળવ્યું હતુ.બોટાદ જિલ્લાને રમત – ગમત ક્ષેત્રે અગ્રેસર બનાવવા જિલ્લાના યુવાનોને પ્રેરણા પૂરી પાડી આ બંને અધિકારીઓએ જિલ્લા વહીવટી તંત્રનું ગૌરવ વધાર્યું છે.

Previous articleરાજ્યમાં વિવિધ જગ્યા પર દંડની વસુલાત
Next articleરાણપુરના ઉપ.સરપંચ પદેથી રાજુબા પરમારનું રાજીનામુ