બોટાદ જીલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ માટે ચુંટાયેલા અબ્બાસભાઈ છગનભાઇ ખલાણીએ રાજીનામુ આપ્યા બાદ આ કાંટાળા તાજની જવાબદારી રાજુબા માનભા પરમાર વોર્ડ નં-૩ ના સભ્યને જે ઉપ.સરપંચ પદ પર હતા તેમને સરપંચની જવાબદારી સોંપવામાં આવેલ પણ તેમણે ઢીંચણના દુઃખાવા સહીત બીમારીનું કારણ દર્શાવી ઉપ.સરપંચ પદેથી રાજીનામુ આપી દીધેલ છે.અને વોર્ડ નં-૩ ના સભ્ય તરીકે જવાબદારી સ્વીકારી રાજીનામુ આપેલ નથી.અત્રે એ જણાવવુ જરૂરી છે કે રાણપુરમાં કોઈ તંત્ર જેવુ નામ જ નથી.અહી રોડ,પાણી,સફાઇની વ્યવસ્થા ખાડે ગઈ છે.ચુંટણી લડવામાં સામસામે થતા આ કહેવાતા નેતાઓ મલાઈ ખાવામાં સાથે જોવા મળે છે.આથી રાણપુરની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે.બોટાદ નાનો એવો જીલ્લો બન્યા બાદ રાણપુરનો મોટાપાયે વિકાસ થશે તે આશા સદંતર નિષ્ફળ નિવડી છે.ઉપ.સરપંચ ને સરપંચનો ચાર્જ સોપાયા બાદ ફક્ત ૧૫ દિવસમાં રાજીનામુ ધરી દીધેલ છે.જેનો સ્વીકાર રાણપુર તલાટી એ કરેલ છે.