એ.પી.એમ. ટર્મિનલ્સ પીપાવા પોર્ટ જે.ટી. પર એડ્રિયન મર્સ્ક કન્ટેનર જહાજને લાંગરવાની લાંબા જહાજ આવકારી સિધ્ધી મેળવી છે. આ જહાજની લેગ્થ ઓવરઓલ (એલઓએ) ૩પ૩ મીટર છે અને પીપાવાવ બંદર પર આવેલ સૌથી લાંબુ જહાજ છે. એડ્રિયાન મર્સ્ક એફ એમ-૩ સર્વિસના ભાગરૂપે પિપાવાવ પર આવ્યું છે અને પિપાવાવને સિંગાપોર, દાલીયાન, ઝિંઆંગદો, બુસાન, કવંત્રયાંગ, નિગ્બો, તાજુંગ, પેલેયાસ, કોલંબો, ન્હાવાશેવા, મારફતે દુર પુર્વની મુખ્ય બજારોને પીપાવાવ સાથે જોડ છે. પિપાવાવ પોર્ટ કોલ દરમિયાન જહાજમાં આયાત માટે ગ્લાસવેર, વેસ્ટપેપર, ઈલોકટ્રોનિક ચીજવસ્તુઓ, ઓટોપાર્ટસ, ગરાર્મેન્ટસ, એપેરેલ અને નિકાસ માટે ઈન ઓર્ગેનિક કેમીકલ્સ, ફેબ્રીકસ સ્ટોન, આર્ટિકલ્સ, ઓટો પાર્ટસ અને પોલી પોપીલીન ભરવામાં આવ્યું હતું. એિએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજીંગ ડીરેકટર કેલ્ડ પેડસરને કહ્યું હતું કે એ.પી.એમ. ટર્મિનલ્સ પિપાવાવ ખાતે એડ્રિયાન મર્સ્કનું કામ કરવું અમારી વોટર સાઈડ અને લેન્ડ સાઈડ માળખાગત ક્ષમતાઓ જહાજોના સલામત સંચાલનમાં પ્રદર્શિત કરે છે જે ભારતીય સપ્લાય ચેઈન્જમાં અમારા ગ્રાહકોને સ્પર્ધાત્મક લાભ આપે છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ તમામ ઋતુઓમાં કામ રી શકે તેવું જબરજસ્ત પોર્ટ છે ર૪-૭ કાર્યરત છે. અને દક્ષીણ, પશ્ચિમ, ચોમાસાની સીઝન પીક દરમ્યાન પણ કોઈપણ જહાજની અવર-જવરમાં ભાગ્યે જ વિલંબ થયો છે. બંદર પપ૦ મીટરના ટર્નિંગ બેઝીંગ સાથે ૩૭૦ મીટર સુધીની લંબાઈ અને ૧૪.પ ડ્રાફટ સુધીના જહાજનું સંચાલન કરવા સર્ટિફિકેટ ધરાવે છે. પોર્ટ લાઈનર કસ્ટમર્સ અનુભવી થાય લોટ ઓફર કરે છે. તથા પોર્ટની અંદર અને તમામ જહાજોની સલામતી માટે માર્ગદર્શક સઢ ધરાવે છે અને ભારતનું પ્રથમ નંબરનું પ્રવેશ દ્વાર બની ચુકયું છે.