દામનગરના અહોભાગ્ય કે આજરોજ અહિંની સાઈજ્યોત એજ્યુ.ટ્ર.સંચાલિત વિવેકાનંદ પ્રાયમરી સ્કૂલમાં ડો.એ.પી. જે.અબ્દુલ કલામ યંગ સાયન્ટિસ કાઉન્સિલ ન્યુ દિલહીનાં ચેરમેન ડો.ચંદ્રમોલી જોશીનું ઓઝૉન દિવસને લઈને પ્રવચન યૉજવામાં આવેલ. ૧૨ દેશોની વિવિધ સ્કૂલ, કોલેજો, યુનિ.માં પ્રવચન આપી ચુકેલ ડો.ચંદ્રમોલી જોશીએ પર્યાંવરણનું રક્ષણ કરવું જોશે.જતન કરવું પડશે.હુ વિશ્વ પર્યાંવરણ ને નુકશાન ન થાય તે માટે સજાગ રહીશ તેવી પ્રતિજ્ઞ઼ લેવરાવેલ. ડો.જોશીએ ભારતનાં ૩ લાખ જેટલા વિદ્યાર્થિઓને તાલીમ આપેલ છે. ૫૨૦૦૦ શિક્ષકોને તાલીમ આપી છે. સી.બી.એસ.સી.બોર્ડ ન્યુ દિલહીનાં એકસપરટ ડો.જોશીએ ૧૫ પુસ્તકોનું પ્રકાશન કરેલ છે. આજના આ કાર્યક્રમમાં શિક્ષણપ્રેમીઓ ઉપસ્થિત રહયાં હતા.