સીમલા ખાતે તા. ૧૭ થી ર૦ સુધી આર્ટ શોનું આયોજન થયું છે. સીમલાની પ્રખ્યાત ગેઈટી થીએટર આર્ટ ગેલેરી ખાત ગુજરાતના ભાવનગર, રાજકોટ, જામનગર, અમદાવાદ, વાપી, સુરેન્દ્રનગર, મહેસાણા, મોરબી, પોરબંદર, વિગેરે શહેરના રપ જ ેટલા કલાકારો ભાગ લેશે. આ પ્રદર્શન સીમલાના મ્યુનિસિપાલ કમિશ્નર પંકજ રાયના હસ્તે ખુલ્લુ મુકાશે. તેમજ તા. ર૦ના રોજ કલોસીંગ સેરેમનીમાં કલાકારોને સર્ટીફિકેટ આપીને સીમલાના મેયર કુસુમ સાદરેટના હસ્તે સન્માનિત કરાશે. આ મેગા આર્ટ પ્રદર્શનનું આયોજન ડો. અજયસિંહ જાડેજા, અજય ચૌહાણ અને ડો. અશોક પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. કલાકારોને પ્લેટફોર્મ મળે એ હેતુથી ગુજરાત અને ગુજરાતની બહાર આવા પ્રદર્શનો યોજીને ગુજરાતના કલાકારોને પ્રસિધ્ધી મળે છે.