બિલડી ગામના બાળકની રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય અંતર્ગત હૃદયની સર્જરી કરાઈ

1153
bvn832018-5.jpg

તુષાર બીલડી ગામે આંગણવાડી કેન્દ્ર-૩ માં છ માસ થી ત્રણ વર્ષ ની કેટેગરીમાં રજિસ્ટ્રેશન થયેલ બાળક છે. સામાન્ય રીતે કોઇ પણ બાળકના જન્મ બાદ ત્રણ ભાગના હદ્દ્યને ચાર ભાગમાં પરિવર્તિત કરનાર છેદ બુરાઈ જતુ હોઇ છે. પરંતુ અમુક બાળકોમાં આંતરિક ખામી ના લીધે  હદ્દ્ય ચાર ભાગના બદલે ત્રણ ભાગમાં જ રહી જાય છે. આથી આગળ જતા તે બાળક ને શ્વાસના તથા હદ્દ્ય સબંધિત રોગ થઈ શકે છે. તથા તેના વજનમાં વધારો થતો નથી, જેથી તેના પોષણના સ્તરમાં સુધારો જોવા મળતો નથી. હદ્દ્યની આ ખામીને મેડિકલ ભાષામાં ઁડ્ઢછ (પેટેન્ટ ડકટસ ઓર્ટેરીઓસસ) કહે છે.
તુષારનો જન્મ તા. ૦૯/૦૩/૨૦૧૫ના રોજ થયો હતો જન્મ બાદ તેના હદ્દ્યમાં પણ ઉપરોક્ત ખામી જોવા મળેલ તથા તુષારને પણ શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં તકલીફ પડતી અને તેના પોષણસ્તરમાં સુધારો થતો નહી તથા તે સતત બિમાર અને કુપોષિત રહેતો હતો.
જેથી આંગણવાડી ની મુલાકાત તેમજ શાળા આરોગ્ય તપાસણી સમયે સી.ડી.પી.ઓ. યુ.કે.ત્રિવેદી અને સુપરવાઈઝર નીતાબેન પંડ્યા દ્દ્‌વારા મુલાકાત  લેવામાં આવતા તે સમયે આંગણવાડી સંચાલિકા બેનુબેન મકવાણા દ્દ્‌વારા રજુઆત થયેલ. બાળકને પ્રાથમિક સારવાર અર્થે સર.ટી.હોસ્પિટલ ભાવનગર અને ત્યારબાદ સંદર્ભ કાર્ડ ભરાવી યુ.એન.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે  રાષ્ટ્રિય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં લાભ આપવામાં આવેલ. આ ઓપરેશન દ્દ્‌વારા અંદાજિત ખર્ચ એક લાખ થયેલ જે સરકાર દ્દ્‌વારા સહાય કરવામાં આવેલ. હાલ આ બાળક તુષાર સ્વસ્થ છે. તથા તેના પોષણસ્તરમા નોંધપાત્ર સુધારો જોવા મળેલ છે.

Previous articleએપીએમ ટર્મિન્લસ પીપાવાવ પોર્ટ સૌથી લાંબા જહાજને આવકાર્યુ
Next articleરાજકોટની ગુમ થયેલી બે સગીરાને શોધી કાઢતી ગઢડા પોલીસ