વડાપ્રધાન મોદીના ૬૯ માં જન્મદિવસ નિમિત્તે રાણપુરમાં મેડીકલ કેમ્પ તથા બ્લડ કેમ્પ યોજાયો

472

રાણપુરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૬૯ માં જન્મદિવસ નિમિત્તે મેડીકલ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.રાણપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા કેમ્પમાં જેમાં જનરલ ઓપીડીમાં ડો.જયેશ વસાણી,ડો.કૌશિક જાદવ,દાંતના ડો.વનિતા જીવાણી,આંખના ડો.ખુશ્બુ પટેલ,સ્ત્રીરોગના ડો.ઉમંગ પટેલ તથા ફેફસાના ડો.વિજય પ્રજાપતિ સહીતના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સવારે ૯ થી બપોરના ૧ વાગ્યા સુધી નિદાન કરવામાં આવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.સાથે બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૧ જેટલી બોટલો લોહી એકત્ર કરવામાં આવ્યુ હતુ.રાણપુરના ગોવાળીયા ગૃપના સભ્યોએ પણ બ્લડ ડોનેટ કર્યુ હતુ.  આ કેમ્પમાં રાણપુર ભારતીય જનતા પાર્ટીના કનકબેન છાપરા, ડો. જગદીશભાઈ પંડ્યા,  નરેન્દ્રભાઈ દવે,જગદીશભાઈ વકીલ, માનભા પરમાર, ડો.ધરાબેન ત્રિવેદી, મનિશભાઈ ખટાણા, દેવાંગ રાઠોડ, હરેશભાઇ જાંબુકીયા,  મનસુખભાઈ મેર, દેવરાજભાઈ રબારી, વિજયસિંહ પરમાર સહીત અનેક કાર્યકરો હાજર રહીને કેમ્પ ને સફળ બનાવ્યો હતો.

Previous articleઆજથી સીમલામાં યોજાશે નેશનલ આર્ટ પ્રદર્શન
Next articleસાવરકુંડલા DSPના અધ્યક્ષતામાં સરપંચો અને દેવીપુજક આગેવાની અગત્યની મીટીંગ યોજાઈ