ધંધુકાના છસીયાણા ગામના બસ સ્ટેશનની હાલત અતિ જર્જરિત

550

ધંધુકા તાલુકાના છસીયાણ ગામે આવેલું બસ સ્ટેશન જાણે કોઈનો જીવ લેવાની પેરવીમાં હોય તેમ અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. રોજ સવારમાં ધંધુકા તરફ શાળાએ જતા એકસો કરતા વધારે વિદ્યાર્થીઓ વરસાદમાં આ બસ સ્ટેશનમાં આશરો લે છે. પણ તેમનેખ બર નથી કે આ આબ્રય સ્થળ ગામે ત્યારે ગમે તેનો ભોગ લે તેમ છે. આ બસ સ્ટેશનના ધાબા ઉપરના પોપડા ઉખેડી નીચે પડે છે.ત ેથી તેના છતમાં નજર કરો તો સળિયા દેખાય છે. બસ સ્ટેશનની ચારેય તરફની દિવાલોમાં મોટી-મોટી તિરાડો પડેલી છે.ત ેમ છતાં ગ્રામ-પંચાયતના સત્તાધિશોને આ દેખાતુ નથી. આ જ ર્જરિત બસ સ્ટેશનને સત્વરે ઉખેડી નવુ બનાવવાની માંગ ગામના વિદ્યાર્થીઓ અને લોકો કરી રહ્યા છે.

Previous articleવિશ્વ ઓઝોન દિવસ ઉજવણી અંતર્ગત ભારતસિંહ ગોહિલ દ્વારા વ્યાખ્યાન યોજાયું
Next articleમેગા મેડિકલ કેમ્પને સફળ બનાવવા મદદરૂપ થનાર સૌ સહયોગીઓનો વિભાવરીબેન દવેએ આભાર વ્યકત કર્યો