મેગા મેડિકલ કેમ્પને સફળ બનાવવા મદદરૂપ થનાર સૌ સહયોગીઓનો વિભાવરીબેન દવેએ આભાર વ્યકત કર્યો

659

એસ.એન.ડી.ટી મહિલા કોલેજ ભાવનગર ખાતે માવતર સંસ્થાના પ્રેરણાસ્ત્રોત સ્વ. વિજયભાઈ દવેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે માવતર સંસ્થા ભાવનગર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનુ આયોજન હાથ ધરવામા આવેલ. આ મેગા મેડિકલ કેમ્પમાં ૨૨,૦૦૦ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું જેમાંથી ૧૭,૫૯૫ લોકોએ આ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનો લાભ લીધો જે ઘટનાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમા પણ સ્થાન મળ્યું હતુ. લોકહિતાર્થે યોજાયેલ આવા વિશાળ આયોજનમાં સહકાર તેમજ સહયોગની ભાવનાથી મદદરૂપ થનાર સૌનો રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ આભાર વ્યક્ત કર્યો હતો.

સર. ટી. હોસ્પિટલના સુપરીટેન્ડેંટશ્રી તથા મેડિકલ કોલેજના ડિનશ્રી તથા સેવામા જોડાયેલ તમામ ડોકટરો, પેરા મેડિકલ સ્ટાફ, નર્સિંગ, સિક્યુરિટી સ્ટાફ તેમજ એસએનડીટી મહિલા કોલેજના ટ્રસ્ટી, સંચાલકો એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓ,મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. સિન્હા તેમજ  જિલ્લા આરોગ્ય અધિકારીઓ સીડીએચઓ સહિત તમામ આરોગ્ય અને સફાઈ વિભાગ,  શિક્ષણ વિભાગના ડીઈઓ વ્યાસ તેમની ટીમ તથા એ તમામ શાળા સંચાલકો કે જેમણે નિશુલ્ક બસની તેમજ રીક્ષાની સેવા ઉપલ્બ્ધ કરાવી. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત માટે પોલીસ વિભાગ તેમજ પીજીવીસીએલના તમામ અધિકારીઓ તથા  મેગા મેડિકલ કેમ્પનો બહોળો પ્રચાર પ્રસાર કરવા બદલ મીડિયા તથા પક્ષના તમામ કાર્યકરો તથા  જાણ્યા અજાણ્યા તમામ લોકો કે જેઓએ આ સેવાયજ્ઞમાં સહકાર આપ્યો અને તેને સફળ બનાવવા અથાક પ્રયત્નો કર્યા એ સૌનો આ તકે રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ આભાર વ્યક્ત કર્યો હતો.

મંત્રી એ વધુમા જણાવ્યું હતુ કે આ ભાવનગરના લોકોનો અદભુત સેવાયજ્ઞ અને આટલુ વિશાળ આયોજન કોઈ એક વ્યક્તિ કે સંસ્થા ના કારણે શક્ય બની શકે નહિ, પરંતુ ભાવનગરની દરેક વ્યક્તિમાં રહેલ સેવાની ભાવનાનો અહીં સાક્ષાત્કાર થયો અને સફળતા પુર્વક સૌના સહયોગથી આ આયોજન પુર્ણ થયુ.આવું કામ માત્રને માત્ર ભાવનગરના સેવાભાવી લોકો દ્વારા જ થઈ શકે.  આઈજી અશોકકુમાર યાદવ, કલેકટર ગૌરાંગ મકવાણા, એસ.પી. જયપાલસિંહ, કમિશ્નર એમ.એ.ગાંધી, ડીડીઓ વરૂણ કુમાર બરનાવલ સહિતનો આભાર વ્યકત કર્યો હતો.

Previous articleધંધુકાના છસીયાણા ગામના બસ સ્ટેશનની હાલત અતિ જર્જરિત
Next articleભાવનગર જીલ્લા શાખા દ્વારા ઘોઘાગેટ ખાતે જન જાગૃતિ બૂથ ખુલ્લું મુકાયું