ભાવનગર જીલ્લા શાખા દ્વારા ઘોઘાગેટ ખાતે જન જાગૃતિ બૂથ ખુલ્લું મુકાયું

485

અખિલ હિંદ અંધજન ધ્વજદિન સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે તા.૧૬/૦૯/૨૦૧૯ને  સોમવારનાં રોજ નેત્રહીનોનાં સર્વાંગી વિકાસ અર્થે ભાવનગર ના ઘોઘાગેટ ખાતે  જનજાગૃતિ બુથ લાયન્સ કલબ ઓફ ભાવનગર સીટી નાં રીજીયોનલ ચેરમેન સંજયભાઈ ઓઝાએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મુક્યું હતુ, શાળા કોલેજ ના વિધાર્થીઓ દ્વારા આ દિવસની ઉજવણીના ભાગરૂપે વિશિષ્ઠ ફંડ એકત્રીત કરવા આવ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના જનરલ સેક્રેટરી  લાભુભાઈ સોનાણી એ નેશનલ ફેલ્ગ-ડે  ની ઉજવણી તેમજ સંસ્થાની પ્રવૃત્તિ ની જાણકારી આપી હતી કાર્યક્રમમાં ડો.હિરેનભાઈ ચાવડા (આસી.પ્રો.વળીયા કોલેજ, ચેરમેન – મેઘધનુષ ઇકો કલબ), ડો.બીપીનભાઈ સી.પટેલ (એન.એન.એસ. પ્રોગ્રામ ઓફિસર અને એસો.પ્રોફેસર તથા હેડ એકા.એમ.જે.કોલેજ ભાવનગર) પ્રેરક પ્રવચન આપ્યું હતું.

અધ્યક્ષ સ્થાનેથી સંજયભાઈ ઓઝા એ પ્રજ્ઞાચક્ષુ ના સર્વાંગી વિકાસની યાત્રામાં વધુને વધુ લોકોને જોડાવવા આહ્વાન કરી ફૂલ નહી તો ફૂલ ની પાંખડી કરવા નગરજનોને અનુરોધ કર્યો હતો.

Previous articleમેગા મેડિકલ કેમ્પને સફળ બનાવવા મદદરૂપ થનાર સૌ સહયોગીઓનો વિભાવરીબેન દવેએ આભાર વ્યકત કર્યો
Next articleયુનિવર્સિટી કેમ્પસમાં ગંદકી અંગે NSUIએ કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું