ઉમરાળા બેન્ચા ચોકડી પાસેથી ૩.પ૦ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો

798

ઉમરાળા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ એમ.ડી.મકવાણાની સુચના મુજબ એ.એસ.આઇ. આર.બી.કોતર તથા પો.કો.નમ્રપાલસિંહ ચુડાસમા તથા શેલૈષભાઇ ધીરૂભાઇ તથા પો.કો. જયપાલસિંહ ગોહિલ વિગેરે પોલીસ સ્ટાફના માણસો ઉમરાળા પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન એ.એસ.આઇ. આર.બી.કોતર ને મળેલ બાતમી આધારે ઉમરાળા બેન્ચા ચોકડીએ વોચમા રહી અમદાવાદથી અમરેલી જતી એક ફોરવ્હીલ ગાડી નં. જીજે-૨૭- કે -૦૬૭૪  ને રોકતા ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી ન રાખતા તેનો ફીલ્મી ઢબે પીછો કરતા ગાડીના ચાલકે તેની ગાડી ઉમરાળાથી આશરે ૨ કી.મી. દુર શિવધારા ઓઇલ મીલ સામે રોડની જમણી બાજુએ ભરેલ પાણીના ખાડામાં નાખી દીધેલ જે ગાડી ચેક કરતા ગાડીની ડેકીમાથી જુદી જુદી બ્રાન્ડની પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની બોટલો જેમા (૧) બ્લેન્ડર પ્રાઇડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કીની બોટલ નંગ-૨૦ તથા (૨)  સીગ્નેચર રેર એજેડ વ્હીસ્કી-૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ.-૧૦ જે કુલ કી.રૂ.૨૫,૨૦૦/- તથા ફોરવ્હીલ ગાડી કી.રૂ.૩૫૦૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી- હાર્દીક વિનુભાઇ માધવાણી (લુહાણા) રહે.માણેકપરા જી.અમરેલી વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Previous articleયુનિવર્સિટી કેમ્પસમાં ગંદકી અંગે NSUIએ કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું
Next articleનરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્ત ભાજપ દ્વારા સર.ટી. હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરાયું