યુનિવર્સિટી કેમ્પસમાં ગંદકી અંગે NSUIએ કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું

404

ચાલુ વર્ષની ચોમાસાની ઋતુ ખુબ સારી એવી રહી છે. પરંતુ આપણી યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ખોટા ખર્ચે બનેલ સ્વિમીંગ પુલ જે યુનિ. કેમ્પની વચ્ચે જ આવેલ છે. જેમાં વરસાદ તથા ગટરનું ગંદુ પાણી ખુબ મોટા પ્રમાણમાં ભરાય ગયેલ છે. જેથી રોગચાળો થવાની શકયતા ખુબ મોટા પાયે છે. સ્વીમીંગ પુલની આજુબાજુ ઘણી કોલેજો, અન્ય ડિપાર્ટમેન્ટસ તથા મહત્વનીબ ાબત તો એ કે કેન્ટીન આવેલ છે. તથા યુનિ.માં જુના કેમ્પસ તરફ જતા સમરસ હોસ્ટેલ પાસે રસ્તામાં ગટર ખુબ મોટા પાયે છલકાય છે. જેથી હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય રાહેદારીઓ માટે ખુબ ભયજનક બાબત કહેવાય. આ તમામ બાબત જાણી જોઈને નજર અંદાજ ન કરી એ આ પ્રશ્નોનું નિરાકરણ તાતકાલિક કરો અને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય બચાવી લેવામાં યોગ્ય પગલા ભરવામાં આવે તેમજ નજીકના દિવસોમાં યુવક મહ?તસવ આવતો હોય નવા કેમ્પસથી જુના કેમ્પસમાં જતો રોડ પણ રીપેર કરવામાં આવે જેથી રાત્રીના સમયે આવન-જવાન માટે ઉપયોગમાં લઈ શકાય તે માટે યોગ્ય કરવા અમારી લાગણી અને માંગણી છે.

Previous articleભાવનગર જીલ્લા શાખા દ્વારા ઘોઘાગેટ ખાતે જન જાગૃતિ બૂથ ખુલ્લું મુકાયું
Next articleઉમરાળા બેન્ચા ચોકડી પાસેથી ૩.પ૦ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો