નોરા ફતેહી સાથે સંબંધો તુટવા અંગે કરાયેલ ખુલાસો

463

અંગદ બેદી અને નેહા ધુપિયાના હાલમાં એકાએક લગ્ન થઇ ગયા બાદ તમામ ફિલ્મી ચાહકો ચોંકી ગયા હતા. હવે આ દંપત્તિને એક બાળક પણ છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે અંગદની લાઇફમાં નેહા ધુપિયાની એન્ટ્રી થાય તે પહેલા સેક્સી અને ખુબસુરત નોરા ફતેહી રહી હતી. જેની સાથે તે સંબંધોને લઇને ગંભીર પણ હતો. જો કે કેટલાક કારણોસર તેમની વચ્ચેના સંબંધ તુટી ગયા હતા. નોરા ફતેહીએ હાલમાં જ એક કાર્યક્રમમાં કબુલાત કરી હતી કે તે મુશ્કેલ તબક્કામાંથી બહાર આવવામાં ખુબ મુશ્કેલી અનુભવી ચુકી છે. નોરાએ બ્રેક અપ અંગે વાત કરતા કહ્યુ હતુ કે આ એક ખરાબ અનુભવ રહ્યો છે. હવે અંગદ દ્વારા પણ પ્રતિક્રિયા કરવામાં આવી ચુકી છે. અંગદ બેદીએ નોરા સાથે તેના સંબંધ મામલે હવે ખુલાસો કર્યો છે. નોરા સાથે તેના સંબંધ અને બ્રેક અપને લઇને વિસ્તારપૂર્વક વાત અંગદે કરી છે. તેનુ કહેવુ છે કે દરેક ચીજમાં એક સન્માન હોય છે. કેટલાક સંબંધો એવા હોય છે જે કામ કરે છે પરંતુ કોઇ અર્થ વગરના હોય છે. અમે પ્રયાસ કરીએ છીએ કે સંબંધોને કોઇ પણ કિંમતે જાળવી રાખવામાં આવે. તેનુ કહેવુ છેકે જ્યાં સુધી તેના અને નોરા ફતેહી વચ્ચેના સંબંધોની વાત છે તે હવે ભુતકાળ છે. અંગદે કહ્યુ છે કે નોરા ખુબ સારી યુવતિ છે. તે ખુબ શાનદાર કામ કરી રહી છે. તે હવે મોટી સ્ટાર બનવાની દિશામાં આગળ વધી ગઇ છે. ચાહકો તેને હવે ખુબ પસંદ કરી રહ્યા છે. આ બાબત તેના માટે ખુબ મહત્વપૂર્ણ છે. હવે તે તેને શુભેચ્છા પાઠવવા માટે તૈયાર છે. હાલના સમયમાં નોરા ફતેહી બોલિવુડમાં સૌથી વધારે માંગ ધરાવતી સ્ટાર પૈકીની છે. તેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. આઇટમ સોંગમાં તે ધુમ મચાવી રહી છે. તેના કોઇ પણ ગીતને લઇને કરોડો ચાહકો ઉત્સુક રહે છે. આવનાર દિવસોમાં તેની લોકપ્રિયતા અનેક ગણી વધી શકે છે.

Previous articleઇશા ગુપ્તા પાસે હાલમાં બે ફિલ્મો છે
Next articleક્રિકેટ જગતે પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી