પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, તે વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથની તુલના કરવા ઈચ્છતા નથી. તેમણે કહ્યું કે, કોહલી હજુ પણ વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે, જ્યારે સ્મિથનો રેકોર્ડ બોલે છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્મિથે એશિઝ-૨૦૧૯મા ૧૧૦ની એવરેજથી પાંચ મેચોની સાત ઈનિંગમાં ૭૭૪ રન બનાવ્યા હતા. સ્મિથ પોતાના શાનદાર રેકોર્ડની મદદથી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-૧ બેટ્સમેન છે.
બંન્નેની તુલના પર ગાંગુલીએ કોલકત્તામાં મીડિયા સાથે વાત કરતા કહ્યું, ’આ તે સવાલ છે, જેનો જવાબ ન આપી શકાય. વિરાટ આ સમયે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તેથી અમે તેનાથી ખુશ છીએ.’ સ્મિથ વિશે પૂછવા પર કહ્યું, ’તેનો રેકોર્ડ બોલે છે. ૨૬ ટેસ્ટ સદી ફટકારવી એક અદ્ભુત રેકોર્ડ છે.’
ગાંગુલી આ સમયે બંગાળ ક્રિકે સંઘ (કેબ)ના અધ્યક્ષ છે. આ સાથે તે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમની સાથે સલાહકારના રૂપમાં જોડાયેલો છે. પૂર્વ ભારતીય કેપ્ટને ધોનીના ભવિષ્યને લઈને કહ્યું, ’મને ખ્યાલ નથી કે પસંદગીકાર શું વિચારે છે અને વિરાટનો શું વિચાર છે. તે (ધોની) મહત્વપૂર્ણ વ્યક્તિ છે અને તેને નિર્ણય લેવા દો.’