એશિયન ગેમ્સમાં ભારતની ગોલ્ડ મેડલ વિજેતા વિનેશ ફોગાટે અહીં ચાલી રહેલી વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં મંગળવારે હારનો સામનો કરવો પડ્યો છે. બે વખતની વિશ્વ ચેમ્પિયન જાપાનની માયૂ મુકાઇદા એ વિનેશ વિરુદ્ધ ૭-૦થી જીત મેળવી અને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.
જાપાની ખેલાડીએ પાછલા વર્ષે બુડાપેસ્ટમાં રમાયેલા વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતીય ખેલાડીએ સ્પર્ધાની શરૂઆત જીતની સાથે કરી હતી. મહિલાઓના ૫૩ કિલો ભાર વર્ગમાં વિનેશે પ્રથમ મુકાબલામાં રિયો ઓલિમ્પિકની મેડલ વિજેતા સ્વીડનની સોફિયા મૈટસનને ૧૩-૦ના મોટા અંતરથી પરાજય આપ્યો હતો.
મેટસને ૨૦૧૬મા રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ હાસિલ કર્યો હતો. રેફરીએ ટેકનિકલ સુપરિયોરિટીના આધાર પર ૨૫ વર્ષીય વિનેશને વિજેતા જાહેર કરી હતી.
વિનેશ ૫૦ કિલોથી હવે ૫૩ કિલો ભાર વર્ગમાં રિંગમાં ઉતરે છે. વિનેશ યાસર ડાગુ, પોલેન્ડ ઓપન અને સ્પેન ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.