પંત પોતાના શોટ્‌સને કારણે ખાસ, રોહિત શર્મા દરેક ફોર્મેટમાં દમદાર : બેટિંગ કોચ

527

ટીમ ઈન્ડિયાના નવા બેટિંગ કોચ વિક્રમ રાઠોરે રિષભ પંત અને રોહિત શર્માની પ્રશંસા કરી છે. મોહાલીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ત્રણ મેચોની સિરીઝની બીજી ટી૨૦ મેચના એક દિવસ પહેલા વિક્રમ રાઠોરે પત્રકાર પરિષદ યોજી હતી.

આ પત્રકાર પરિષદમાં વિક્રમ રાઠોરે કહ્યું કે, રિષભ પંત પોતાના શોટ્‌સને કારણે ખાસ છે, જ્યારે રોહિત શર્મા દરેક ફોર્મેટમાં દમદાર ખેલાડી છે.

છેલ્લા કેટલાક મહિનાથી વિકેટકીપર બેટ્‌સમેન રિષભ પંતની તે વાતને લઈને ખુબ આલોચના થઈ રહી છે કે તે ખરાબ શોટ રમીને આઉટ થઈ જાય છે. રિષભ પંત જવાબદારી સાથે બેટિંગ કરી રહ્યો નથી. આ સવાલના જવાબમાં પૂર્વ પસંદગીકાર વિક્રમ રાઠોરે કહ્યું કે, ફીયરલેસ ક્રિકેટર અને ક્રેયરલેસ ક્રિકેટમાં ખુબ અંતર હોય છે.

વિક્રમ રાઠોરે કહ્યું, ’તમામ યુવા ખેલાડીઓએ તે વાત સમજવી પડશે કે ફીયરલેસ ક્રિકેટ અને કેયરલેસ ક્રિકેટમાં ખુબ અંતર હોય છે.

ટીમ ઈચ્છે છે કે તે કોઈ ડર વગર ક્રિકેટ રમે. અમે ઈચ્છીએ છીએ કે રિષભ પંત તે શોટ્‌સ રમે, જેના માટે તે જાણીતો છે, પરંતુ અમે ઈચ્છતા નથી કે કોઈ બેટ્‌સમેન બેજવાબદાર બને.’

Previous articleવિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપઃ વિનેશ ફોગાટનો બીજા રાઉન્ડમાં પરાજય
Next articleવડાપ્રધાન મોદીના જન્મદિને  સમર્થક દ્વારા વિવિધ કાર્યક્રમ