વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હોય રાજ્યભરમાં નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરાઇ હતી. રાજકોટમાં આજીડેમ ખાતે રાજકોટના સાંસદ મોહન કુડારીયાની હાજરીમાં નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની પણ હાજર રહ્યા હતા. પ્લાસ્ટિકમુક્ત અભિયાનને લઇ આજી ડેમના પટાંગણમાં પ્લાસ્ટિક વીણ્યું હતું.
રાજકોટના આજી ડેમ ખાતે મહાનગરપાલિકા દ્વારા નર્મદા નીરના વધામણાં માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટિક મુક્ત રાજકોટ, નર્મદા નીરના વધામણા તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટના સાંસદ, ધારાસભ્યો, અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આજીડેમ ખાતે આરતી ઉતારવામાં આવી હતી.
સાથે જ પુષ્પ વર્ષા કરી નર્મદા નીરના વધામણાં પણ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સૌની યોજના મારફત રાજકોટના જીવાદોરી સમાન આજી ડેમમાં પાંચ વખત જ્યારે ન્યારી ડેમમાં એક વખત નર્મદા નીર ઠાલવવામાં આવ્યું છે.