અમદાવાદમાં પાનના ગલ્લે મસાલો ખાતા વેપારીનાં રૂ.૫ લાખ લઈ ગઠિયો ફરાર

407

અમદાવાદ શહેરમાં રૂ. પાંચ લાખની ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક્ટિવાની ડેકી તોડીને ગઠિયા વેપારી બાજુમાં ઉભો હોવા છતાં રૂ. પાંચ લાખ લઈને ફરાર થઈ ગયો હતો.

ચાણક્યપુરીના શાયોના સીટીમાં રહેતા હરેશભાઈ ઠક્કર સીજી રોડ પર બિઝનેસ કરે છે. તેમણે ત્રણ મહિના પહેલા ભાવેશ ઠક્કરને પાટણનું મકાન વેચ્યું હતું. આ મકાનનું રૂ. પાંચ લાખનું પેમેન્ટ ભાવેશભાઈએ આંગડિયામાં મોકલ્યું હતું.

હરેશભાઈ આંગડિયા પેઢીમાંથી રૂ. પાંચ લાખનું પેમેન્ટ લઈને પોતાના મિત્ર સાથે પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ ગુલાબ ટાવર પાસે પટેલ પાન પાર્લર પર રોકાયા હતા. તેમણે એક્ટિવાની ડેકીમાં પાંચ લાખ રૂપિયા મૂકી રાખ્યા હતા. આ સમયે બાઇક પર બે લોકો આવ્યા હતા અને તેમાથી એક શખ્સે ડેકીનું લોક તોડીને રૂ. પાંચ લાખ ચોરી લીધા હતા.

હરેશભાઈએ આ અંગે સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સોલા પોલીસનું કહેવું છે કે આ મામલે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ કબજે લેવાયા છે.  સીસીટીવી ફૂટેજમાં બે વ્યક્તિમાંથી એક વ્યક્તિએ હેલ્મેટ પહેરી રાખ્યાનું માલુમ પડે છે.

Previous articleપ્લાસ્ટિકમુક્ત અભિયાનને લઇ આજી ડેમના પટાંગણમાં પ્લાસ્ટિક વીણ્યું
Next articleપીએમના જન્મદિનની ઉજવણીમાં ફરજ પર હાજર મહિલા હોમગાર્ડનાં પતિનું મોત