ફાયર સેફ્ટીના અભાવે ૯૮૦ દુકાનો સીલ કરાઈ, વેપારીઓમાં ફફડાટ

385

ફાયર વિભાગ દ્વારા ફરી એક વાર લાલ આંખ કરવમાં આવી છે ફાયર સેફટી ને લઈને સુરત ના રીગરોડ પર આવેલ કાપડ ની બે માર્કેટ ની ૯૮૦ જેટલી દુકાનો સીલ મારતા કાપડ બજારમાં વેપારી દોડતા થઈ ગયા છે.

રીંગરોડ પર આવેલ કપડાં બજારમાં આજે હંગામો મચી ગયો હતો. સવારના સમયે રીંગરોડની તિરૂપતિ ટેક્સટાઇલ માર્કેટ અને ગોપીનાથ માર્કેટની ૯૮૦ કરતા વધુ દુકાનો ફાયર વિભાગે સીલ મારી હતી. આ બન્ને માર્કેટમાં ફાયર સેફટીને લઈને તંત્ર દ્વારા અનેક વાર ફાયર સેફટી ઉભી કરવા માટે નોટિસ ફાટકારવામાં આવી હતી પણ માર્કેટ મેનેજમેન્ટ આ વાતને ગંભીરતાથી લેતા ન હતા અને તંત્રને નોટિસનો જવાબ પણ નહીં આપતા હતા જેને પગલે ફાયરે સિલિંગ કરતા માર્કેટ વિસ્તાર જે માર્કેટને અગાવ નોટિસ આપવામાં આવી છે તેના સંચાલકો દોડતા થઈ ગયા હતાં ૯૮૦ દુકાનો બંધ રહેતા વેપારી સાથે આ માર્કેટમાં કામ કરતા ૮ હજાર કર્મચારી રસ્તા પર આવી ગયા હતાં. કર્મચારી કહેવું હતું કે, આ ઉધોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે થોડી તેજીની આશા દેખાઈ હતી તે વચ્ચે આ રીતે ફાયર દ્વારા સિલિંગ કરતા તેમની હાલત કફોડી બની હતી.

Previous articleપીએમના જન્મદિનની ઉજવણીમાં ફરજ પર હાજર મહિલા હોમગાર્ડનાં પતિનું મોત
Next articleપીએમના કાર્યક્રમમાં ૩૦૦ ટ્રાફિક જવાનો મોકલાતા બીજા જ દિવસે નિયમોની ઐસી કી તૈસી