બાલાજી મંદિર ખાતે પીએમ મોદીના દીર્ઘાયુષ્ય માટે મારુતિ યજ્ઞ કરાયો

420

રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિર ખાતે વડાપ્રધાનની લાંબી ઉંમર માટે ખાસ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હનુમાનજી દાદાના ભક્તો હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી તેમના રાજકીય કારકિર્દીની પહેલી ચૂંટણી રાજકોટથી લડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ કહી ચુક્યા છે કે જો રાજકોટની જનતાએ તેમને ચૂંટીને ગાંધીનગર મોકલ્યા ન હોત તો આજે દેશની પ્રજાએ તેમને દિલ્હી મોકલ્યા ન હોત.

વડાપ્રદાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ’નમામિ દેવી નર્મદે’ મહોત્વસ ઉજવવામાં આવી રહ્યો છે.આ પ્રસંગે રાજકોટના આજી ડેમ ખાતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પ્લાસ્ટિક મુક્ત રાજકોટ, નર્મદા નીરના વધામણાં તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે આજી ડેમ ખાતે આરતી ઉતારવામાં આવી હતી. સાથે જ પુષ્પોથી નર્મદા નીરના વધામણાં પણ કરવામાં આવ્યા હતા.

Previous articleNSUIએ હેલ્મેટ પહેરી ટ્રાફિક નિયમોના વિરોધમાં ટ્રાફિક બૂથ પર સૂત્રોચ્ચાર કર્યા
Next articleસુરતમાં ટ્રાફિક જવાને ચોકલેટ વહેંચી નિયમો પાળવા અપીલ કરી