રંઘોળા ગામે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયેલ લોકોને ઢસા (જં.) ગામના ગ્રામજનો દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવી બચેલા પરિવારો માટે મદદની પહેલ કરી છે.
તાજેતરમાં ભાવનગર-રાજકોટ રોડ પર જાન ભરેલ ટ્રક પલ્ટી ખાઈ જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ દુઃખદ બનાવને લઈને ઢસા (જં) ગામ સમસ્ત દ્વારા આજરોજ સાંજના સમયે તમામ ગ્રામજનો એકઠા થયા હતા અને રામધુન સાથે કેન્ડલ માર્ચ, મૌન પાળી થોડીવાર માટે સમગ્ર ગામનો વિજ પુરવઠો બંધ કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી સાથો સાથ ગામના અગ્રણીઓએ એવી પણ જાહેરાત કરી છે કે અનિડા ગામે જે લોકો આ દુઃખદ ઘટનામાં બચી જવા પામ્યા છે. તેમને મદદરૂપ થવા માટે કરીયાણું, કાચુ સિધુ સામાન એકત્રિત કરી સામગ્રી હાથોહાથ પહોંચાડવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે.
બે દિવસ દરમ્યાન ઢસા ગામે દાતાઓ પાસેથી સામગ્રી એકઠી કરવામાં આવનાર છે આ એક સુંદર અને પ્રેરણાલક્ષી પહેલ ઢસા ગ્રામજનો દ્વારા કરાઈ છે.