વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૦મો જન્મ દિવસ છે. શહેરની એક બેકરી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ અલગ રીતે સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મ દિવસે ૭૦૦૦ કિલોની ૭૦૦ ફૂટ લાંબી કેક બનાવવામાં આવી હતી. આ કેકનું નામ જ અગેઈન્ટ્સ કરપ્શન છે. શહેરના સેલિબ્રિટી અને જાણીતા વ્યક્તિની જગ્યાએ ૭૦૦ ઓનેસ્ટ લોકો દ્વારા આ કેક કટ કરવામાં આવી હતી. ઉપસ્થિત રહેનાર લોકોને વિના મૂલ્યે કેક ભેટ આપવામાં આવી હતી. બ્રેડ લાઈનર બેકરીના તુષારભાઈ, ચંદ્રેશભાઈ અને નિતિનભાઈએ જણાવ્યું કે, “દેશને શ્રેષ્ઠ પ્રધાનમંત્રી મળ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે બ્રેડલાઈનર પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. જે વ્યક્તિ અપેક્ષા વગર સમાજ માટે કંઈક કામ કરે છે તેમના દ્વારા આ કેક કટ કરવામાં આવી હતી.” વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “જે રીતે અંધારાને દૂર કરવું હોય તો દીવો કરવો પડે તેમ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે પ્રમાણિક માણસોની જરૂર રહે છે. આ માટે આવા વ્યક્તિઓ દ્વારા કેક કટ કરવામાં આવી હતી. ૭ હજાર જેટલા લોકો આ કેક ખાશે. કેકમાં ૧૨૦૦ કિલો મેંદો, ૧૩૦૦ કિલો ખાંડ, ૨૩૫ કિલો વે પ્રોટીન, ૧૩૦ કિલો કેક જેલ, ૧૨૦૦ કિલો કોકો પાઉડર, ૩૦ કિલો કેરેમલ, ૮૫૦ કિલો ચોકલેટ ચિપ્સ, ૩૫૦ કિલો તેલ વપરાયું છે.”ભ્રષ્ટાચાર વિરોધી કેક. મોદીના ૭૦માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કેક બનાવવામાં આવી. કેકનું નામ ’કેક અગેઇન્સ્ટ કરપ્શન’ રાખવામાં આવ્યું હતું. કેક પર લખવામાં આવ્યું હતું કે, “કાળું નાણું ધરાવતા લોકો માટે કોળો દિવસ” કેક પર વિજય માલ્યા, નીરવ મોદી, લાલુ પ્રસાદ, ચિદમ્બરમની તસવીરો સાથે સંદેશ પણ લખવામાં આવ્યો હતો.