આરજેએચ હાઈસ્કુલના NCC કેડેટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

440

આજ રોજ તારીખ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૯ ના બુધેશ્વર ગ્રાઉન્ડ પર એન.સી.સી ઓફિસર શ્રી એસ.પી.પરમાર અને એન.સી.સી. ના ૯૨ કેડેટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગઢડા તાલુકા કક્ષાની ખેલમહાકુંભની સ્પર્ધા નું સ્પર્ધાનું આયોજન આ મેદાન પર થયેલ. જેમાં અંદાજે ત્રણ હજાર જેટલા ખેલાડીઓ ભાગ લેવા આવેલ. જેને લઈ મેદાન પર પ્લાસ્ટિક અને અન્ય કચરો મોટા પ્રમાણમાં જોવા મળતો હતો.

આજ એન.સી.સી. ઓફિસર એસ.પી.પરમાર અને એન.સી.સી કેડેટ દ્વારા સફાઈ કામગીરી હાથ ધરી અને મેદાન ને એકદમ સ્વચ્છ બનાવી દીધેલ.તેમજ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય તે માટે સાઇકલ રેલીનું આયોજન પણ કરવા માં આવ્યું હતું. આ પ્રસંગે ૬ ગુજ.બટાલિયન એન.સી.સી.ભાવનગરથી સુબેદાર ઝાકીર હુસ્સેન પણ ઉપસ્થિત રહયા હતા.

આ કામગીરી ને શાળાના આચાર્ય ડૉ. જી.બી. હેરમા અને શાળાના વહીવટદાર પી.કે.સોલંકી દ્વારા બિરદાવવા માં આવેલ અને શાળાના એન.સી.સી. ઓફિસર અને એન.સી.સી. કેડેટો ને અભિનંદન પાઠવેલ.

Previous articleસુરતમાં PM મોદીના ૭૦માં જન્મ દિવસે ૭૦૦ ફૂટ લાંબી કેક કાપવામાં આવી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે