વલભીપુરના ખેતાટીંબી ગામનું ગૌરવ – કૃપાલી પરમાર

668

વલભીપુર ગામ ના ખેતાટીંબી ગામ માં એક સામાન્ય પરિવાર માં જન્મેલ કૃપાલીબેન વિજયભાઈ પરમાર એ રાજસ્થાન ના અલવર જિલ્લામાં ૭ રાજ્ય ની યોજાયેલ સ્પર્ધામાં ૪૦૦ મીટર હડજ (વીઘ્ન) દોડ ૧ મિનિટ ૯ સેકન્ડ માં પૂર્ણ કરી પ્રથમ નંબર મેળવ્યો હતો અને ૧૦૦૦ મીટ મિડ લે રિલે દોડમાં દ્વિતીય ક્રમ મેળવેલ

કૃપાલી પરમાર હાલ નડિયાદ એકેડમી ના સભ્ય છે,ખેતાટીંબી પ્રાથમીક શાળામાં સ્પોટ ટેસ્ટ આપેલ ત્યારથી આજ દિવસ સુધી તેણે પાછળ ફરી ને જોયું નથી અને અદ્વિતીય સિદ્ધિઓ પ્રાપ્ત કરીને અનેક મેડલો મેળવ્યા છે

આ સિવાય તા.૧૭-૧૦-૨૦૧૮ના રોજ પણ છતીસગઢ મુકામે યોજયેલ ૧૦૦ મિટર દોડ સ્પર્ધા  માં પણ પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને આ સિદ્ધિ હાંસલ કરવા બદલ ઉમરાળા ખાતે પ્રજાસત્તાક પર્વ-૨૦૧૯ જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે  કલેકટરશ્રી ભાવનગર વતી ગુજરાત રાજ્ય ના મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા એ ગોલ્ડ મેડલ મેળવવા બદલ કૃપાલી પરમાર નું સન્માન કર્યું હતું કૃપાલી પરમાર એ કોળી સમાજ, ખેતાટીંબી ગામ અને વલભીપુર તાલુકા તેમજ સમગ્ર ભાવનગર જિલ્લા નું નામ રોશન કર્યું છે

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઢસા રેલ્વે કર્મીઓ R.P.F દ્વારા ૧૮૨ હેલ્પલાઇન ઇમર્જન્સી નંબર વિષે માહીતી આપવામાં આવી