સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, સિહોરનાં ધોરણ-૯ અને ૧૧નાં વિદ્યાર્થીઓએ તારીખ-૧૪-૦૯ને શનિવારનાં રોજ યોજાયેલ એસ.વી.એસ-૭, આયોજીત ડૉ.વિક્રમ સારાભાઇ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન માં ભાગ લઇ પોતાની સર્જનાત્મક અભિવ્યક્તિને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વિજ્ઞાન પ્રદર્શન જીસીઈઆરટી -ગાંધીનગર, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -સિદસર, તથા જીલ્લા શિક્ષણ અધિકારી નાં માર્ગદર્શન નીચે લોકસેવા ટ્રસ્ટ સંચાલિત કન્યા વિદ્યાલય-વળાવડ નાં સંયુક્ત ઉપક્રમે આયોજીત થયો હતો.આ વિજ્ઞાન મેળામાં શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા સુંદર મજાના પ્રયોગો રજૂ થયાં હતાં. આ વિજ્ઞાન મેળામાં વાઘેલા જય, જાની શ્રેયાંશ, સરવૈયા યોગીરાજ, જાદવ કર્મ , ભાવસાર અક્ષત, ચૌહાણ કુશાગ્ર, ગૌસ્વામી જયનગીરી, ગુજરાતી દેવ, પરમાર નિખીલ, જાદવ જેકીન, પ્રસાદ પવનકુમાર, વાઘેલા નીધિપ જેવાં બાળવૈજ્ઞાનિકે પોતાનાં પ્રયોગો રજૂ કરી દરેકની વાહ….વાહી…. મેળવી હતી. આ તમામ બાળ વૈજ્ઞાનીકોને પ્રમાણપત્ર અને શાળાને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ વિજ્ઞાન મેળાને સફળ બનાવવા ગણિત-વિજ્ઞાન વિષયનાં વિષય શિક્ષકો તેમજ શાળા પરીવારના અન્ય સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તમામ બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષક મિત્રોને સંચાલક/ટ્રસ્ટી પી.કે.મોરડીયા સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.