તળાજા શહેર અને તાલુકા ના વિવિધ સ્થાનિક પડતર પ્રશ્નોની માંગ વર્ષો થી થઇ રહી છે. તળાજા તાલુકાના વિકાસ સમાન વિવિધ પ્રશ્નો ઘણા સમય થી રાજ્ય સરકારમાં પેન્ડિંગ પડ્યા છે ત્યારે તેની રજુઆત અને પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે તળાજા ભાજપના આગેવાનો ગાંધીનગર દોડી ગયા હતા. સરતાનપર તેમજ મેથળા બંધારો, ભાવનગર તળાજા હાઇવે રોડનું તાત્કાલિક કામ પૂર્ણ થાય, તળાજામાં કૃષિ કોલેજની માંગ, તળાજા તાલુકામાં જી.આઇ.ડી.સી, તેમજ તાલુકા મથકનું ટાઉન તેમજ રૂરલ પોલીસ સ્ટેશન જેવી વિવિધ માંગ તેમજ પ્રશ્નોની રજૂઆત સાથે તળાજા ભાજપના આગેવાનોએ ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ ઉપરોક્ત તમામ પ્રશ્નો તાત્કાલિક હલ કરવાની ખાતરી સાથે સંબંધિત વિભાગને જરૂરી સૂચનાઓ આપી હતી. તમામ આગેવાનોની રજૂઆત મુખ્યમંત્રીએ શાંતિ પૂર્વક સાંભળી નિરાકરણની ખાતરી આપી હતી. આ પ્રશ્નો હલ થવાની તળાજાના વિકાસને નવો વેગ મળશે તેમજ શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ જાનીએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે તાલુકા ભાજપના પ્રમુખ વિક્રમસિંહ ગોહિલ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભીમજીભાઈ પંડ્યા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ એ.બી.મેર, જિલ્લા યુવા ભાજપના મંત્રી વૈભવ જોષી, મેથળા ગામના હરેશભાઈ બારૈયા સહીત આગેવાનોએ મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી વિવિધ પ્રશ્નોની માંગ તાત્કાલિક પૂર્ણ કરવા રજુઆત કરી હતી.