સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં ૩૧ ઠરાવો સર્વાનુમતે મંજુર

788
bvn832018-13.jpg

ભાવનગર મહાનગર પાલિકા સ્ટે.કમિટી બેઠક ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યાના અધ્યક્ષ પદે મળેલ, આ બેઠકમાં ૩૧ ઠરાવો ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે પાસ કરી દેવાયા હતા.
આ બેઠકમાં દંડક રાજુભાઈ રાબડીયા, ભારતીબેન બારૈયા, જલ્વીકાબેન ગોંડલીયા,હરેશ મકવાણાએ વહિવટી તંત્ર સામે લાલ આંખ કરીને કેટલાંક પ્રશ્નો અંગે સચોટ રજુઆતો કરી હતી. જો કે, તંત્ર અધિકારીઓ દ્વારા ચીલા ચાલુ જવાબો કરી દેવાયા હતા, પરંતુ અધિકારીઓના આવા જવાબો સામે ચેરમેન ધાંધલ્યાએ મકકત્તા પુર્વક કામને વેગ આપવા તંત્રને ઢંઢોળ્યુ હતુ. રાબડીયાએ પોતાના વિસ્તારમાં આવતા મફતનગરમાં પાણીની લાઈન નથી આ મોટો પ્રશ્ન છે તેવી વાત જણાવી પાણી દેવા માંગ ઉઠાવી હતી. અધિકારીએ એવો જવાબ કર્યો કે સ્થળ જોવુ પડે તરતજ રાબડીયાએ સામે એવો પ્રશ્ન ઉભો કર્યો કે જયાં કનેકશન જ નથી ત્યાં સ્થળ કયાં જોવાની વાત રહી અને ચેરમેને હળવેથી અધિકારીને કિધુ કે, રાજુભાઈની લાગણી છે, જરા જોજો, રાબડીયાએ એવી ટકોર પણ કરી કે જરા સત્ય તો સ્વીકારો, રાબડીયા અને ભારતીબેન એમ પણ કિધુ કે જે તે નગરસેવકોને વિશ્વાસમાં લઈને કામ કરો, કોળી જ્ઞાતિની વાડીની જગ્યામાં બાલવાડી કેમ બનાવશો તેવો સવાલ ભારતીબેને ઉભો કર્યો અને ચેરમેને અધિકારીને સાફ સાફ શબ્દોમાં કિધુ જરા જોતા તો હો આમને આમ જવાબો આપો છો. એક ઠરાવમાં તો દંડકે છાતી ઠોકીને કિધુ કે ત્યાં બ્રીજની જરૂર જ નથી છતા તંત્રે આ વાત આ કાને સાંભળી આ કાનેથી ફગાવી દિધી. વચ્ચે રોડ રસ્તાની વાતમાં ચેરમેને કહયુ કે ડિવાઈડરો નાના બનાવો, જલ્વીકાબેને વિધાનગર જર્જરીત બાલવાડીની વાત કરી,આબલી ફળીમાં નંદદ્યર બનાવી શકાય તેમ નથી. ચેરમેને કાળીયાબીડના પ્લોટ મુદ્દે તંત્રને વાત કરી.
કારોબારી બેઠકમાં વધુ આર્ટી ટેકોને બોલાવવા જાહેરાત આપો,  ક્રેસંટ સર્કલ બગીચો ભંગાર સ્થિતીમાં છે તેવા સભ્યોના કકળાટ સાથે કમિશ્નરે પણ કહયુ કે ત્યાં સફાઈ જ થતી નથી આ સર્કલ પાછુ લઈ લ્યો અને ચેરમેને સુર પુરાવતા એવી ફરીયાદ કરી કે આ સર્કલમાં મોટા બોર્ડો લગાડયા સિવાય કાંઈ કામ થયુ જ નથી સર્કલ લો આમ બગીચા સર્કલોની પણ ફરીયાદો ઉઠી એમાં પીલગાર્ડનમાં ચોકીદારો સુઈ જાય છે.ભારતીબેને એવી કંઈક ફરીયાદ કરી કે ચોકીદારો ગાર્ડમાં બી જતા હવે તેઓ ત્યાં સુતા નથી બોલો નગરસેવકોને આવી વાતની પણ જાણકારી હોય છે. ખુદ ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યાએ એવી ચર્ચા કરી કે, રોડ રસ્તાના આરસીસી રોડ બનાવો ભલે થોડો ખર્ચ વધે પણ રસ્તા તો લાંબા સમય સુધી ટકે તેવી મહત્વપુર્ણ વાત કરી હતી. તેમણે તંત્રને એવી પણ ટકોર કરી કે પાંચ દશ હજારમાં મકાનોને સીલો મારીએ તે વ્યાજબી ના કેવાય વળી નાના માણસો પાસેથી સીલ માર્યોનો ચાર્જ લેવો ન જોવે મોટામાં વાંધો નથી. તેમણે દ્યરવેરા નામ ટ્રાન્સફરની કામગીરી ઝડપી બનાવવા સીકયોરીટી ફરજ બજાવે છે કે કેમ તેના સમય માગ્યા હતા અને ચેકીંગ થાય ત્યારે મને સાથે લઈ જવા માંગ ઉઠાવી હતી.
એક પ્રશ્નના જવાબમાં તંત્રે કિધુ કે રીબેટમાં પ૦ કરોડ ૯૪ લાખ અગાઉ આવક થઈ છે. આજની સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં રાબડીયા અને ભારતીબેન બારૈયાએ તંત્ર સામે એક પછી એક પ્રશ્નો ઉઠાવી તંત્રને ભીડવા પ્રયાસો કર્યા હતા. કારણ કે હવે થોડા દિવસોમાં પદાધિકારી બદલાશે તેવા સમયે તેમની કામગીરીનો ઈશારો કર્યો હતો કારણ કે તેઓ હોદા માટે લાઈનમાં આવી રહયા છે.

Previous articleશહેરમાં પ્લાસ્ટીક ડ્રાઈવ : ૧૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત
Next articlePGVCL કર્મી.ઓ દ્વારા પ્રતિક ધરણા કરાયા